Mehsana News: વિદેશ જવા ઈચ્છુકોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને રૂપિયા ૬૨ લાખની છેતરપીંડી આચરવામાં આવી હોવાનો એક ચોંકાવનારી ફરીયાદ મહેસાણા બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે વલસાડ સ્થિત સાંઈ ઓવરસીસના માલિક અને બે એજન્ટો સામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં આવેલ એમ.આર.પેઢીમાં કલાયન્ટોની સિક્યુરીટી પેટે પૈસા જમા કરાવ્યા બાદ તેને તાળા મારી દેવાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના અડાલજમાં રહેતા ડીમ્પલબા ધવલસિંહ ગોલ(રાજપુત) ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ત્રણેક વર્ષથી પાસપોર્ટ બનાવી આપવાનું તેમજ નાના દેશના વિઝા અને સ્ટુડન્ટ વિઝા કરી આપવાનું કમિશન પેટે કામ કરે છે. દરમિયાન તેઓને એકાદ વર્ષ અગાઉ એક મિત્ર દ્વારા વલસાડ સ્થિત સાંઈ ઓવરસીસની જાણ થતાં તેમણે સંપર્ક કર્યો હતો. વાતચીત કરતાં તેના માલિક સની ઉર્ફે શૈલેષ પટેલે હું અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકેના વર્ક પરમીટ તથા વિઝીટર વિઝાનું લીમીટેડ ડોક્યુમેન્ટ ઉપર અપ્લાય કરી આપું છું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ડીમ્પલબાએ કલાયન્ટોને ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિઝા બનાવવા ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. પરંતુ તેઓનું કામ નહીં કરતાં તેમણે કામ કરવાની ના પાડી દીધી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.