Visavadar Election Result 2025: વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટલીયા 17581 મતથી વીજય થયો છે. ગોપાલ ઈટાલિયાની જીતની રાજકીય પંડીતો જે સંભાવના વ્યક્ત કરી રહ્યા હતા તે સાચી પડી છે. આવો જોઈએ આમ આદમી પાર્ટીએ આ વિસાવદર-ભેસાણની બેઠક પર વિજય મેળવ્યો તેની પાછળ કયા કયા કારણે કામ કરી ગયા.
મજબૂત ઉમેદવાર
ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને વિસાવદર બેઠક પરથી ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી દીધો હતો. આમ ચૂંટણી શરૂ થઈ ન હતી તે પહેલા જ આમ આદમી પાર્ટીએ હુકમના એક્કાને મેદાને ઉતારી દીધો હતો. મજબૂત ઉમેદવાર ઉતારતા આમ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. વિસાવદર પેટા ચૂંટણીમાં ઉમેદવારના નામ પર ચૂંટણી લડાતી હતી. એક તરફ ગોપાલ ઇટલીયા તો બીજી તરફ કિરીટ પટેલ હતા. મતદારોએ પક્ષ કરતા ઉમેદવારને વધારે મહત્વ આપ્યું હોવાનું આ પરિણામ આધારે જાણી શકાય છે. ગોપાલ ઇટલીયા વિસાવદરના મતદારો માટે એક સ્વાછ છબી ધરાવતો ચહેરો હતો. ગોપાલ ઇટલીયા પણ પાટીદાર સાથે સાથે ખેડૂતનો દીકરો અને ખેડૂતોના મુદ્દાની વાકેફ હોવાથી તે મતદારો પર સારો પ્રભાવ પાડી શકયો હતો.
સ્થાનિક મુદ્દા પર ફોકસ
લોકોને નડતર રૂપ રોડ, રસ્તા, પાણી જેવા પ્રશ્નોને ઉઠાવી લોકોની લાકચાહના મેળવી. લોકોને એવું લાગ્યું કે કોઈ આપણા પ્રશ્નો સાંભળનાર છે. ખોડા વચનો આપવાના બદલે અગવડતા કેવી રીતે દૂર કરી શકાશે તેના પર ફોકસ કર્યું જે કામ કરી ગયું.
ભાજપની નબળાઈને મુદ્દો બનાવ્યો
સહકારી બેંકોમાં થયેલા કૌભાંડને ગોપાલ ઈટાલીયાએ મુદ્દો બનાવ્યો. જે લોકો ભોગ બન્યા હતા તે ગામે ગામ જઈ તેમને જરૂરી કામગીરી કરવાની હૈયાધારણા આપી. જે લોકોનો વિશ્વાસ જીતવામાં કામ કરી ગઈ.
મોટાભાગના ગામનો પ્રવાસ
ઉમેદવાર જાહેર થતા જ ગોપાલ ઈટાલીયાએ દરેક ગામડે જઈ ત્યાં લોકોની વાતને જાણવાનો પ્રયાસ કર્યો અને પોતાની ઓળખ આપવાનો પ્રયાસ કર્યો. આમ તેનો પ્રચાર પ્રસાર કામ કરી ગયો.
સોશિયલ મીડિયાનો ઉપયોગ
આજે રૂબરૂ પ્રચાર કરતા પણ વધારે કારગર સોશિયલ મીડિયા પરનો પ્રચાર કામ કરે છે. ઉમેદવાર જાહેર થતાની સાથેજ સોશિયલ મીડિયાના માધ્યમથી ગોપાલ ઈટાલીયાએ લોકો સમક્ષ પોતાની વાત, લોકોના પ્રશ્નો, હરિફ પાર્ટીની ભૂલો ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો. જે વાત કામ કરી ગઈ.