Visavadar Election Result 2025: વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વાર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટલીયા 17581 મતથી વીજય થયો છે. વિસાવદર વિધાનસભા સીટ પોતાનો ઇતિહાસ જાળવી રાખ્યો છે. આ સીટ પર હંમેશા સત્તાપક્ષની વિરુદ્ધ રહી છે. પેટા ચૂંટણીમાં પણ સત્તાપક્ષ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હાર થઈ છે.
સહકારી મંડળીનું કૌભાંડ નડી ગયું….
જૂનાગઢ જિલ્લા સહકારી બેંક હસ્તકની મંડળીઓમાં નિર્દોષ ખેડૂતોના નામે ઉપડેલા લાખો રૂપિયા આ ચૂંટણીમાં મુદ્દો બન્યો હતો. વિસાવદર વિધાનસભા આવતા ગામોમાં ખેડૂતો સાથે થયેલા ફ્રોડમાં ક્યાંક કિરીટ પટેલનું નામ પણ લોકમુખે ચર્ચાયું હતું. ખેડૂતોના નામે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને લાખો રૂપિયા મંડળીમાંથી ઉપાડી લેવાના કૌભાંડ ભાજપનું હારનું કારણ બન્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ગોપાલ ઇટલીયા આ મુદ્દાને લઈને ગામડે ગામડે પ્રચાર કર્યો હતો. લોકો ગોપાલ ઇટાલિયન આ મુદ્દાને વળગીને મતદાન કર્યું હોય તેવું પણ પરિણામ પરથી જોવા મળી રહ્યું છે
ખેડૂતોના મુદ્દાની અવગણના
વિસાવદર વિધાનસભા સીટ પર 1 લાખ 40 હજાર જેટલા ખેડૂતોના મત છે. જેથી ભાજપને પણ આ સીટ જીતવા માટે સહકાર ક્ષેત્રના મોટું નામ એવા જયેશ રાદડિયાને અને કૃષિ મંત્રી રાઘવજીને જવાબદારી સોંપી હતી. પણ ખેડૂતોને મળતી સુવિધાઓના અભાવ પણ હારનું કારણ બન્યું છે. ખેડૂતોએ ભાજપના સરકારની કામગીરીથી ખુશ ન હોવાનું પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ભાજપ પ્રચાર સમયે ખેડૂતોના મૂળ મુદ્દાને લઈને ખેડૂતોને રિજવી શકી નથી. ગોપાલ ઇટલીયાએ ખેડૂતોના મુદ્દાને વળગી રહ્યો હતો. જેમ કે પાણી, વીજળી, કે પછી જનસના ભાવને લઈને ગોપાલ ઇટલીયા સરકારી તંત્ર સાથે લડત આપી હતી. આ પ્રકારની કામગીરી લોકો સુધી પહોંચાડી ગોપાલ ઇટલીયાએ ખેડૂતોનો વિશ્વાસ જીતી લીધો હતો
ઉમેદવારની પસંદગી
કિરીટ પટેલ આમ તો સીધી રીતે વિસાવદર સાથે જોડાયેલા નથી. તેઓ જૂનાગઢ ભાજપના પ્રમુખ હતા. જો હર્ષદ રિબડીયા જેવા સ્થાનિક નેતાને વિસાવદરમાં ટીકીટ મળી હોય તો પરિણામ અલગ જ હોય તેવા રાજકીય વિશ્લેષકોનું માનવુ છે. હર્ષદ રિબડીયા ખેડૂતો સાથે જાડોયેલા હતા, લોકોના કામ કરેલા હતા અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ તેમનું નામ હતું. જો તેમના નામે મત ભાજપે માગ્યા હોત તો કદાચ સ્થિતિ અલગ હોત.
ઇકો ઝોનનો મુદ્દો નડ્યો
વિસાવદર વિધાનસભ ઇકો ઝોન સૌથી વધારે અસર કરી ગયો. વિસાવદરમાં સૌથી મતદાર ખેડૂતો હતા. ઇકો ઝોનમાં ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ હતી. આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને વધારે મહત્વ આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટલીયાએ ઇકો ઝોનને લઈને ગામડે ગામડે પ્રચાર કર્યો હતો. વિસાવદરમાં મોટા ખેડૂતો પણ આ મુદ્દાથી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ખેડૂતોને થયું કે ઇકો ઝોનને લઈને જમીન ગુમાવવી પડશે જેના કારણે મતદારોમાં સત્તા પક્ષને લઈને નારાજગી જોવા મળી હતી.
પેરિસનું નિવેદન ભારે પડ્યું
ભેસાણ વિસાવદરના રસ્તાઓની સ્થિતિ દયનિય હતી અને કિરીટ પટેલે લોકોને વાયદો કર્યો કે આપણે પેરિસ જેવા રસ્તાઓ બનાવીશું. લોકોએ આ નિવેદનની ભારે મજાક ઉડાવી હતી. આ નિવેદને નેગેટિવ અસર ઊભી કરી.