Junagadh To Ambaji GSRTC Bus: જૂનાગઢથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જવું છે? જાણો એસટી બસનો સમય અને કેટલું રહેશે ભાડું

જો તમે જૂનાગઢથી અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમારા માટે ગુજરાત GSRTC એસટીની બસ ક્યારે મળી રહેશે તેની માહિતી લઈને આવ્યા છીએ.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 30 Aug 2025 04:58 PM (IST)Updated: Sat 30 Aug 2025 05:02 PM (IST)
planning-trip-from-junagadh-to-ambaji-check-out-the-best-gsrtc-buses-with-low-fares-594367

GSRTC Junagadh To Ambaji Bus, Ticket, Timings: અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે. જો તમે પણ જૂનાગઢથી અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમારા માટે ગુજરાત GSRTC એસટીની બસ ક્યારે મળી રહેશે તેની માહિતી લઈને આવ્યા છીએ. ચાલો જાણીએ કેવી રીતે મળશે બસ અને ટિકિટનો ભાવ.

જૂનાગઢથી અંબાજી એસટી બસ (Junagadh To Ambaji GSRTC Bus)

જૂનાગઢથી અંબાજી જવા માટે તમને એસટીની વોલ્વો, સ્લિપર, લક્ઝરી અને એક્સપ્રેસ બસ મળી રહેશે. તમને જૂનાગઢ એસટી બસ સ્ટેશનથી અંબાજીની દિવસમાં કુલ 6 મળી રહેશે.

જૂનાગઢથી અંબાજી એસટી બસ સમય (Junagadh To Ambaji GSRTC Bus Time)

  • સ્લિપર બસ સમય - સાંજે 7:05 વાગ્યે, રાત્રે 9:10 વાગ્યે
  • સિટિંગ બસ સમય - સવારે 6:45 વાગ્યે, બપોરે 12:45 વાગ્યે

જૂનાગઢથી અંબાજી બસ ભાડું શું છે (Junagadh To Ambaji GSRTC Bus Price)

  • સ્લિપર બસ- 457 રુપિયા
  • સિટિંગ બસ - 326 થી 358 રુપિયા

જૂનાગઢથી અંબાજી બસ ટિકિટ બુકિંગ ((Junagadh To Ambaji GSRTC Bus Ticket Booking)

જૂનાગઢથી અંબાજી એસટી બસ બુક કરાવવા માટે તમે ઓનલાઈન વેબસાઈટ https://gsrtc.in/site/ પર જઈને ટિકિટ બુક કરાવી શકો છે. સાથે જ GSRTC એપ્લિકેશન પરથી પણ બુક કરી શકો છે.

જૂનાગઢથી અંબાજી બસમાં કેટલો સમય લાગે

જૂનાગઢથી અંબાજીનું અંતર કુલ 504 કિલોમીટર છે. સામાન્ય રીતે ગુજરાત એસટીની બસો દ્વારા અંબાજી પહોંચવા માટે બારથી એક કલાક જેટલો સમય લાગે છે.