Paresh Goswami Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડોલવણમાં વરસ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 31 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સક્રિય: ગુજરાતમાં વરસાદની આગાહી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાહત હાલ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થવાની શક્યતા છે. જોકે, આ સિસ્ટમ 16થી 24 ઓગસ્ટની મજબૂત સિસ્ટમ જેટલી પ્રબળ નહીં હોય, છતાં પણ તેના કારણે અમુક વિસ્તારોમાં વરસાદ થશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાત, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની સારી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ અને એક બે સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કદાચ છૂટાછવાયા ઝાપટા પડે બાકી આગામી પાંચ દિવસ માટે વરસાદની શક્યતાઓ નથી.
આ પણ વાંચો
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાંથી રાહત ભાદરવાનો ઉકળાટ નહીં વર્તાય, તાપમાન નીચું જશે, પવનની ગતિ ઘટશે 16 થી 24 ઓગસ્ટના વરસાદી રાઉન્ડ બાદ ગુજરાતમાં વાતાવરણ ઠંડું થયું છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલની સ્થિતિ જોતા હવે ગરમીનો માહોલ જોવા નહીં મળે, કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતું નથી. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાન નીચું અને ઠંડું રહેશે. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં જોવા મળતો ઉકળાટ કે ગરમીનો અહેસાસ આ વખતે થશે નહીં. આગામી એક બે દિવસમાં તાપમાન વધુ નીચું આવીને સરેરાશ 27 થી 30 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને લગભગ 25 થી 28 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં પહોંચવાની શક્યતા છે. પવનની ઝડપમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો થશે. પાછળના વરસાદના રાઉન્ડ દરમિયાન પવનની ઝડપ વધી હતી, પરંતુ હવે તે સામાન્ય નજીક આવી ગઈ છે. 31 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ સમાવેશ થાય છે, પવનની ઝડપ લગભગ 12 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.