Pravin Togadia On RP Patel Statement: થોડાક દિવસ પહેલાં વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ દ્વારા ગત 10 ઓગસ્ટે કચ્છના નખત્રાણામાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વધુ બાળકો પેદા કરવા માટે નિવેદન આપ્યું હતું. જેનો કેટલાક પાટીદાર નેતાઓએ વિરોધ કર્યો હતો જ્યારે કેટલા પાટીદાર નેતાઓએ સમર્થન કર્યું હતું. ત્યારે જૂનાગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રવિણ તોગડિયાએ આર. પી. પટેલના આ નિવેદનને સમર્થન આપ્યું હતું.
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, આર. પી. પટેલના નિવેદનને મારું સમર્થન છે. ‘તીન બચ્ચે, હિન્દુ સચ્ચે’3 બાળક પેદા કરનાર હિન્દુ વીર. અબ્બુજાન, ચચ્ચુજાનની વસતિ વધતી અટકાવો. જરૂરિયાત મંદ પરિવારના ત્રીજા બાળકની સ્કૂલ ફી હું ભરીશ. લવ જેહાદ સાથે સાથે લેન્ડ જેહાદ વધી રહ્યો છે.
મહત્ત્વનું છે કે, વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કહ્યું હતું કે, પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’નો ટ્રેન્ડ ઘાતક છે. પાટીદારો ત્રણથી ચાર બાળક પેદા કરો. ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે. રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે. સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે લડવું પડશે. પાટીદારોમાં ભૃણહત્યાનું ચલણ હતું જે હવે નહીં રહ્યું. હવે ‘કાકા’ અને ‘મામા’ ભાડા મળશે તેવા બોર્ડ લાગશે. કાશ્મીર અને બંગાળમાંથી હિંદુઓ ભાગી રહ્યા છે.