Gir National Park Closed 2025: સાસણ સફારી ખાતે આજથી સિંહોનું વેકેશન શરૂ થઇ રહ્યું છે. સાસણ સફારી પાર્ક આજથી એટલે કે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના માટે બંધ રહેશે. સિંહોના મેટિંગ પીરિયડને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ચાર મહિના માટે સફારી પાર્કને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જૂનાગઢ ખાતે આવેલું ગિરનાર નેચર સફારી પણ આગામી ચાર માસ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.સાસણ સફારી પાર્કમાં લોકોએ છેલ્લા દિવસે 25થી વધુ સિંહો નિહાળ્યા હતા. 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ માટે સાસણ સફારી પાર્ક તેમજ ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે.
દર વર્ષે ગીર જંગલ સફારી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે. આ વર્ષે પણ અન્ય વર્ષની જેમ આ સફારી ચાર મહિના માટે બંધ રહેશે. કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન જંગલની અંદરના બધા મડ ટ્રેક્સ, રસ્તા વગેરે ખૂબ જ બંધ રહે છે અને ઘણો વરસાદ પડે છે તેથી તે પ્રવાસીઓની સલામતીનો વિષય પણ છે. આ સિંહ સહિતના વન્ય જીવોની બ્રિડિંગ સિઝન છે. તેના કારણે પણ સફારી બંધ રાખવામાં આવે છે.
સરકારી માર્ગદર્શિકા અનુસાર, જંગલ સફારી ચાર મહિના માટે બંધ રહે છે. તેમ છતાં પ્રવાસીઓ ચોમાસા દરમિયાન ગીરના જંગલના નજારાને માણવા આવતા હોય તો એ માટે દેવળિયા સફારી પાર્ક છે. જે આખું વર્ષ ખુલ્લું રહે છે. ચોમાસા દરમિયાન પણ એ પાર્કને ખુલ્લું રાખવામાં આવે છે. જેથી પ્રવાસીઓ ત્યાં જઇ શકે છે. દેવળિયા સફારી પાર્ક આખું વર્ષ ખુલ્લું રહે છે, તે ચોમાસા દરમિયાન પણ ખુલ્લું રહે છે, તેથી લોકો ત્યાં જઈ શકે છે. દેવળીયામાં બસ સફારી પણ છે, જો કોઈ જવા માંગે છે, તો તેમાં જિપ્સી સફારી છે, ચાર સીટર, છ સીટર, આઠ સીટર, તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આંબરડી સફારી પાર્કની પણ મુલાકાત લઇ શકો છો તેમ વન અધિકારીએ જણાવ્યું છે.