Vidhwa Sahay Yojana: વિધવા મહિલાઓને દર મહિને મળે છે 1250 રુપિયા, જાણો કેવી રીતે યોજનાનો લાભ મેળવવો

સરકાર દ્વારા વિધવા મહિલાઓના ખાતામાં સીધા 1250 રુપિયા જમા કરવામાં આવે છે. જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 08 Jan 2025 05:02 PM (IST)Updated: Wed 08 Jan 2025 05:02 PM (IST)
gujarat-vidhwa-sahay-yojana-benefits-eligibility-and-online-application-process-457307

Vidhwa Sahay Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલા સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા 1250 રુપિયા જમા કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ એક વર્ષ સુધી આપવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓએ ફરીથી લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈમાં રજૂ કરવાનું રહે છે. નિરાધાર વિધવા મહિલાઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે તે માટે સરકાર દ્વારા આ આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે.

વિધવા પેન્શન યોજના માટે પાત્રતા

  • 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઈ પણ વિધવા બહેનો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • વિધવા સહાય માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 નક્કી કરવામાં આવી છે.
  • ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • મહિલાએ ફરીથી લગ્ન ન કર્યા હોવા જોઈએ.

વિધવા પેન્શન યોજના માટે દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • પતિના મરણનો દાખલો
  • આવકનો દાખલો
  • બેંકની પાસબુક
  • પુન:લગ્ન કરેલ નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર

વિધવા પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી

  • વિધવા સહાય યોજનાનું ફોર્મ dijital gujarat portal પરથી ઓનલાઈન મળી રહે છે.
  • ફોર્મ ભરીને તેના પર તલાટીના સહી સિક્કા કરવામાં આવે છે.
  • ત્યારબાદ સામાજિક કલ્યાણ કચેરીએ જઈને તેને યોગ્ય દસ્તાવેજો સાથે આપવાનું રહે છે.