Gandhinagar, IPS Vikas Sahay: રાજ્ય સરકારના બે ઉચ્ચ પદો પર રહેલા અધિકારી પંકજ કુમાર અને આહીશ ભાટિયા આજે નિવૃત થયા છે. રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સભાળ્યો છે. જ્યારે રાજ્ય પોલીસ વડાનો ચાર્જ વિકાસ સહાયને (IPS Vikas Sahay) સોંપવામાં આવ્યો છે. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે નિવૃત થયા છે. રાજ્યના નવા ડીજીપીની નિમણૂક ન થાય ત્યાં સુધી ડીજીપીનો ચાર્જ 1989 બેચના આઇપીએસ વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય ગૃહ વિભાગે વિધિવત રીતે જાહેરાત કરી છે.
રાજ્યના નવા ડીજીપી તરીકે અતુલ કરવાલ, અજય તોમર, વિકાસ સહાય નામની ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય યુપીએસસીની બેઠક મળશે ત્યાર બાદ રાજ્યના નવા ડીજીપીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી યુપીએસસી દ્વારા જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાજ્યના ડીજીપીનો ચાર્જ વિકાસ સહાય સાંભળશે.
રાજ્ય સરકારમાં મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા 31 જાન્યુઆરી 2023ના દિવસે વયનિવૃત થયા છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર આજે વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો. મુખ્ય સચિવ પંકજ કુમાર વયનિવૃત થતા રાજકુમારને નવા મુખ્ય સચિવ બનવવામાં આવ્યા છે. જ્યારે આજના દિવાવે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ વય નિવૃત થયા છે. તેમના સ્થાને વિકાસ સહાયને ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોણ છે ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય
વિકાસ સહાય હાલ પોલીસ તાલીમ વિભાગના ડીજીપી તરીકે ફરજ બજાવે છે. 1989 ગુજરાત કેદરના આઇપીએ અધિકારી છે. વિકાસ સહાય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા. લોક રક્ષક પરીક્ષાનું પેપર લીક થયાનું લીડર પણે સ્વીકારી પરીક્ષા મોકૂફનો નિર્ણય લીધો હતો. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ફરિયાદમાં તપાસ અધિકારી રહી ચૂક્યા છે. 1999માં આણંદ એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્ય એસપી, 2002માં અમદાવાદ શહેર ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ ડીએપી ટ્રાફિક, એડિશનલ સીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જુલાઈ 2025માં વિકાસ સહાય નિવૃત થશે.