TET-TAT Pass Candidates Protest: ગુજરાત રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતીનો બીજો રાઉન્ડ જલદી બહાર પાડવા સહિતની વિવિધ માંગ સાથે ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉમેદવારો જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી રહ્યા છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા
ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ટાટ પાસ ઉમેદવારોએ વિઘા સમીક્ષા કેન્દ્ર ખાતે ધામા નાખ્યા હતા. તેઓએ વિદ્યા સહાયકની ભરતીનો હંગામી ધોરણે બીજો તબકકો બહાર પાડવા માટેની માંગણી કરી હતી. બેનરો સાથે તેઓએ પોતાની માંગણીઓ રજુ કરી હતી. ઉમેદવારોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમની માંગણી હતી કે, ધોરણ 9 થી 12 સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પ્રથમ તબક્કામાં શાળા ફાળવણી બાદ હાજર થયેલા ઉમેદવારોનું નિયત નમુના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે.
ભરતીમાં જગ્યા વધારવાની માંગ
પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી જગ્યામાં વધારો આપી જલદીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે. તેઓએ ભરતીમાં 5,000 જગ્યા વધારવા માટેની માંગણી કરી હતી. જ્યાં સુધી આ માંગણીનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી લડત ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.