Gandhinagar News: શિક્ષણના નવા સત્રની શરૃઆત થઇ ગઇ છે. શાળામાં શિક્ષણ કાર્ય પણ શરૃ થઇ ગયુ છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરવા માટે શાળાઓમાં કમ્યુટર લેબ વિકસાવી રહી છે. રાજ્ય સરકારે સ્માર્ટ ક્લાસનો પ્રોજેક્ટ પણ અમલમાં મુક્યો હતો. પરંતુ રાજ્ય સરકારે અત્યાર સુધી જે શાળામાં 90 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય તે જ સ્કૂલમાં કમ્યુટર લેબ બનાવાની મજૂરી આપી હતી. પરંતુ હવે 90 કરતાં ઓછી સંખ્યા ધરાવતી સ્કૂલમાં પણ કમ્યુટર લેબ વિકસાવવામાં આવશે. જો શાળામાં 20 વિદ્યાર્થી હશે તો પણ 2 કમ્યુટરની લેબ તૈયાર કરવામાં આવશે. આથી રાજ્યની કોઇ પણ શાળામાં વિદ્યાર્થીઓ કમ્યુટરના જ્ઞાનથી વંચિત ન રહી જાય તે માટે સરકારે નિર્ણય લીધો છે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 90 થી ઓછા વિદ્યાર્થીઓ ઘરાવતી 1212 અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્કૂલ ઓફ એકસીલેન્સ હેઠળ ડિઝીટલ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. 16 હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળા જેમાં 90 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે. આ શાળામાં પણ હવેથી કમ્પુટર લેબ વિકસાવવા માટે મજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે 90 કરતાં ઓછી સંખ્યા હોય તેવી 9 થી 12 ની 1600 શાળામાં કમ્યુટર લેબ બનાવવા માટે મજૂરી આપી હતી. આજે આ શાળામાં લેબ કાર્યરત થઇ ગઇ છે.
રાજ્ય સરકાર અત્યાર સુધી 90 થી વધારે વિદ્યાર્થીઓ હોય તેવી શાળામાં કમ્યુટર લેબ બનાવી છે. પરંતુ રાજ્ય સરકારે 90 કરતાં ઓછી સંખ્યા ધરાવતી શાળામાં હવે કમ્યુટર લેબ વિકસાવવાનું શરૃ કર્યુ છે. કારણ કે, રાજય સરકારે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને વધારે સંખ્યા હોય તેવી શાળામાં વિભાજન કરવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ સ્કૂલ મર્જ કરવાની યોજનાનો રાજ્યભરમાં વિરોધ થયો હતો. જેથી સરકારે સ્કૂલ મર્જ કરવાનું મુલતવી રાખ્યુ હતુ. આથી જ્યાં ઓછી સંખ્યા હતી તેવી સ્કૂલમાં માળખાકીય સુવિધાઓ ઉભી થઇ શકી ન હતી.
રાજયમાં પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યાની વાત કરીએ તો 30 બાળકો હોય તેવી રાજ્યમાં 4200 શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં પણ માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ વર્ષે 20 હજાર સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાનું આયોજન કર્યુ છે. જેમાં અંદાજીત 12 હજાર જેટલા કમ્યુટર લેબ પણ તૈયાર કરવામાં આવશે. સરકારે નિર્ણય કર્યો છે કે શાળામાં ભલે બાળકોની સંખ્યા ઓછી હોય પણ ત્યાં કમ્યુટર લેબ જેવી સુવિધાઓ હોવી જોઇએ. આથી શિક્ષણ વિભાગે બજેટમાં પણ સ્માર્ટ ક્લાસ અને કમ્યુટર લેબ માટે જોગવાઇ કરી છે.