Gujarat Budget 2025 LIVE Updates: નાણાંમંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ 352 કરોડની જોગવાઇ સૂચવું છું.

ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ ૨૦૪૭માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે. રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ૨૫૫ કરોડની જોગવાઇ.ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઇમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે ૨૫ કરોડની જોગવાઇ.
- જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં હવે 2 લાખથી 4 લાખ સુધીનું વિમા કવચ મળશે
- 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવામાં આવશે
- વિકસિત ગુજરાત ફંડ માટે 500 કરોડની જોગવાઇ
- નર્મદા બલ્ક પાઇપલાઇન માટે 2636 કરોડની જોગવાઇ
- રાજ્યમાં 12 નવી હાઇસ્પીડ કોરીડોર વિકસાવામાં આવશે
- ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર માટે 1367 કરોડન જોગવાઇ
- ડીસાથી પીપાવાવ નમોશક્તિ એકસપ્રેસ વે બનશે
- સોમનાથ દ્વારકા એકસ્પેસ વે બનશે
- શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો
- નવી જાહેર થયેલી મનપા માટે 2300 કરોડની જોગવાઇ
- સાબરમતી રીવરફ્રન્ટ માટે 350 કરોડની જોગવાઇ
- અમદાવાદ ગાંધીનગર અને સુરત મેટ્રો રેલ માટે 2730 કરોડની જોગવાઇ
- નવી બસો ખરીદવા માટે 1128 કરોડની જોગવાઇ
- અંતરિયાળ વિસ્તારમાં 400 નવી મડી બસ સુવિધા મળશે
- અમદાવાદ ખાતે ન્યુરોલોજીસ્ટ ઇન્સ્ટીટ્યુટ બનાવવામાં આવશે
- રાજ્યમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે
- તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સીસ લેબ બનશે
- રાજ્યમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ ઉભુ કરવામાં આવશે
- ટ્રાફિક પોલીસની 1390 નવી જગ્યા ઉભી કરવામાં આવશે
- રાજ્યમાં 17 કરોડની વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે
- વાજપાઇ બેકેબલ યોજનામાં 25 લાખ તથા સબસીડી રકમ વધારીને 3.75 લાખ કરવામાં આવી
- અંબાજીની વિકાસ માટે 180 કરોડની જોગવાઇ
- કિસાન સુર્યોદય યોજના માટે 2175 કરોડની જોગવાઇ
- કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણમાં 4 ટકા વ્યાજ રાહત માટે 1252 કરોડની જોગવાઇ
- પ્રાકૃતિક ખેતી માટે 400 કરોડની જાગવાઇ
- ખેડૂતોને ટેક્ટરની સહાયમાં રકમ 1 લાખ કરવામાં આવી
- ખેતરમાં પેન્સીગ બનાવવા માટે 500 કરોડની જોગવાઇ
- ન્યુ ગુજરાત પેટર્ન યોજનામાં 37.5 ટકા વધારા સાથે 1100 કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની જોગવાઇ
- સંત સુરદાસ યોજનામાં 80 ટકાને બદલે 60 ટકા દિવ્યાગતા ધરાવતાને લાભ મળશે
- રાજ્યના 85 હજાર દિવ્યાગને વાર્ષિક 12 હજાર સહાય મળશે
- વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 4827 કરોડની જોગવાઇ
- રાજ્યના 10 જિલ્લાના 20 સ્થળોએ સમરસ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય બનશે
- અમદાવાદમાં સરદાર પટેલ સ્પોટ્સ એન્કલેવ બનશે
- કરાઇ ખાતે ઓતરાષ્ટ્રિય સ્પોટસ સુવિધા ઉભી કરવામાં આવશે
- આઇટીઆઇને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઇ
- અમદાવાદ એલડી ઇજનેર કોલેજમાં Ai લેબ સ્થાપિત કરાશે
- રાજ્યના અન્ય 6 સરકારી ટેકનિકલ કોલેજમાં એઆઇ લેબ બનાવામાં આવશે
- રાજ્યમાં ચાર રીજીયનમાં i-Hub સ્થાપવાનું આયોજન
ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઇ.
અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે. આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ૭૬૬ કરોડની જોગવાઇ.મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ૩૬૦ કરોડની જોગવાઇ.
૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ૧૬ કરોડની જોગવાઇ. ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં ૭ જિલ્લા ગ્રંથાલયો અને ૧૫ તાલુકા ગ્રંથાલયો માટે ૧૪ કરોડની જોગવાઇ. ૫૩ આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ૨૦૮ કરોડની જોગવાઇ.રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ૧૭ કરોડની જોગવાઇ.
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ૧૨૫ કરોડની જોગવાઇ. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ૩૩ કરોડની જોગવાઇ.પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ૧૮૨ કરોડની જોગવાઇ.
ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકર્ડનું મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા લઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. નિર્મળ ગુજરાત-૨.૦ અંતર્ગત રાજ્યના ૭(ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી) જિલ્લાના ૧૧ તાલુકાઓમાં સમાવિષ્ટ ૩૭૧ ગામોમાં ડોર-ટુ-ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામ માટે ૩૩૦ કરોડની જોગવાઇ.
દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે ૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ૧૪૦૦ કરોડ એમ કુલ ૩૫૪૭ કરોડની જોગવાઇ. હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ૧૫૨૨ કરોડની જોગવાઇ.
સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ૮,૮૮૩ કરોડથી વધારીને ૧૨,૮૪૭ કરોડ કરવામાં આવી છે. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ૩૩૫૩ કરોડની જોગવાઇ. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ૨૭૩૦ કરોડની જોગવાઇ.
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ૫૦૦૦ કરોડની જોગવાઇ. પ્રવાસન સ્થળોને જોડતા ૧૫૦ જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ૨૬૩૭ કરોડની જોગવાઇ.
રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત.
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ 352 કરોડની જોગવાઇ સૂચવું છું.
રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે.
ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરું છું. ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરું છું.
જળ સંચય રાજ્યના શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે અંતર્ગત સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮૦:૨૦ ના ધોરણે જનભાગીદારીથી કેચ ધ રેઇન અભિયાન હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું આયોજન છે. જે માટે 250 કરોડની ફાળવણી કરવામાં આવશે.
મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે.
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ રૂ 1020 કરોડની જોગવાઇ સૂચવું છું. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર પ્રોજેકટ હેઠળ 1367 કિ.મી.ના 12 નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે. વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ-વે તરીકે વિકસાવવામાં આવશે.
જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4 કરોડ 45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ રૂ.50 હજારથી રૂ. 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે રૂ. 2 લાખથી રૂ. 4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું.
મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા રૂ. 100 કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.
સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે રૂ. 4827 કરોડની જોગવાઇ સૂચવું છું. યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.
આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની રૂ.૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ રૂ.૫૦ હજારના માતબર વધારા સાથે રૂ.૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ 2025-26 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણા મંત્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. અંદાજપત્ર પોથીને આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ બોર્ડરથી ગૂંથાઈ છે. ખાસ પ્રકારની આ લાલ કલરની પોથી ઉપર ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવાયો છે.
નાણાંમંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. નાણામંત્રીએ તેમની સાથે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ માટે રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, યુવાઓ અને નારીશક્તિને આગળ લાવવાનો બજેટમાં પ્રયાસ કરવામાં આવશે. , આરોગ્ય, પ્રવાસન અને શિક્ષણને પ્રોત્સાહન આપતું બજેટ હશે.
બજેટ પહેલા આરોગ્યમંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, દરેક સમાજને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવશે. નાગરિકોને આશા-આંકાશાને પૂરુ કરતું બજેટ હશે. ઉદ્યોગ, બાળ, મહિલા, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રોને ધ્યાનમાં રખાશે.
વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ગઇ છે. આજે સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા ગુજરાતનું 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટમાં આગામી ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ અને ઇન્ફાસ્ટ્ર્ક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત જંત્રીના ભાવ અંગે પણ મહત્વની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે.
https://twitter.com/BJP4Gujarat/status/1892450264327614555