બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતી કાલે લેખિત પરીક્ષા યોજાશે, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની 340 શાળાઓમાં પરીક્ષા યોજાશે

બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13/04/2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે.

By: Rajendrasinh ParmarEdited By: Rajendrasinh Parmar Publish Date: Sat 12 Apr 2025 01:23 PM (IST)Updated: Sat 12 Apr 2025 01:23 PM (IST)
gandhinagar-news-unarmed-psi-exam-tomorrow-written-test-for-472-posts-508359

Gandhinagar News: ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13/04/2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.13/04/2025 સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર હશે.

આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરાશે: શારીરિક કસોટી દરમ્યાન લેવાયેલા ઉમેદવારોના બાયોમેટ્રીક / ફોટોગ્રાફનું લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવશે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે. તા.13/04/2025ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.