Gujarat BJP News: આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સુધી એક પખવાડિયા સુધી યોજાનાર કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ માટેની હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ, આ બેઠકના આહવાન પૂર્વે સોમવારની મોડી રાતે ગુજરાત ભાજપ પ્રભારી અને ભારત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું આગમન થતા રાજકીય ગરમાવો આવ્યો છે.
ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ગુજરાત ભાજપના પ્રભારી તેમજ અહીં નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તી કરવાની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી પણ રાષ્ટ્રીય સંગઠને સોંપેલી છે. તેમની મુલાકાત અંગે ભાજપમાંથી સત્તાવાર૫ણે સૌ કોઈ અજાણ હોવાનું કહેવાય છે. જો કે, કેન્દ્રીય મંત્રી સોમવારે રાતે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપરથી અમદાવાદ કે ગાંધીનગરમાં રોકાણ કરશે.
પ્રદેશ અધ્યક્ષની વરણી થઇ થકે છે
તેમજ મંગળવાર સવારે 7-30 કલાકની ફ્લાઈટમાં જ પરત દિલ્હી પહોંચ્યાનું સ્થાનિક પોલીસ અને ઈન્ટેલિજન્સ વિંગમાંથી જાણવા મળ્યું છે. પરંતુ, આ સમયગાળામાં તેઓ કોને મળ્યા તે રહસ્યમય બની રહ્યું છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા દ્વારા કહેવાયું છે કે, ભૂપેન્દ્ર યાદવની આ મુલાકાત અંગત હોવાથી પાર્ટીને કોઈ જાણ કરવામાં આવી નહોતી. જ્યાં સુધી નવા અધ્યક્ષની ચૂંટણી કે વરણી પ્રક્રિયાને લાગે વળગે છે ત્યાં સુધી હાલમાં આ અંગે કોઈ સુચના નથી.
પીએમ મોદીનો 75 મો જન્મદિવસ
ગુરુવારે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને પદાધિકારીઓની બેઠકનો હેતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની ઉજવણી અંગેના કાર્યક્રમોના આયોજન પૂરતો જ સીમિત છે. આ બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેઓ 3જી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધીના બે સપ્તાહ દરમિયાન સેવા પખવાડિયાના કાર્યક્રમો અંગે ધારાસભ્ય સહિતના પદાધિકારીઓને જવાબદારી સોંપીને રૂપરેખા જણાવશે.