Gujarat Rains: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ નોંધાયો, સૌથી વધુ કલ્યાણપુરમાં 10.75 ઇંચ નોંધાયો

ગુજરાત રાજ્યમાં ફરી એકવખત મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આ દરમિયાન સાતમ-આઠમથી ફરી વાર સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 20 Aug 2025 09:53 AM (IST)Updated: Wed 20 Aug 2025 10:00 AM (IST)
gujarat-rains-168-talukas-receive-rainfall-in-24-hours-kalyanpur-records-10-75-inches-588513

Gujarat Rains: રાજ્યમાં જન્માષ્ટમીથી ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી લઇને અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમી દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. જેમા વાત કરવામાં આવે તો, કલ્યાણપુરમાં 10.75 ઇંચ, દ્વારકામાં 6.02 ઇંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, તારીખ 19 ઓગસ્ટના રોજ 168 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 10.75 ઇંચ, દ્વારકામાં 6.02 ઇંચ, પોરબંદરમાં 3.94 ઇંચ, માંગરોળમાં 3.74 ઇંચ, સત્રાપાડામાં 3.35 ઇંચ, જાફરાબાદમાં 3.07 ઇંચ, ઉંમરગાવમાં 2.91 ઇંચ આમ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.