Dahod News: દાહોદના લીમખેડાની ખાનગી શાળાએ એલસી માટે રૂ. 5 હજાર લીધાનો આક્ષેપ, પ્રફુલ પાનશેરીયાએ કહ્યું- શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાશે

લીમખેડામાં કે.જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ નામની ખાનગી શાળ આવેલી છે. આ શાળા પર એલસી કાઢવા માટે 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 13 Aug 2025 01:20 PM (IST)Updated: Wed 13 Aug 2025 01:20 PM (IST)
dahod-news-limkheda-private-school-accused-of-charging-rs-5000-for-leaving-certificate-education-dept-to-investigate-praful-pansheriya-584542

Praful Pansheriya Latest News: દાહોદ જિલ્લાના લીમખેડાની એક ખાનગી શાળા પર વિદ્યાર્થીઓ પાસેથી લીવીંગ સર્ટિફિકેટ (એલસી) કાઢવા માટે રૂ.5,000 લેવાનો આક્ષેપ વિદ્યાર્થી અને વાલી દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં શાળા છોડયાનું પ્રમાણપત્ર (Leaving Certificate) માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઈ શાળા દ્વારા લિવિંગ સર્ટિફિકેટ માટે નાણાં માંગવામાં આવે, તો તરત જ તાલુકા કે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને લેખિત ફરિયાદ કરવામાં આવે. આ બનાવમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ

પ્રાપ્ત વિગત અનુસાર, લીમખેડામાં કે.જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ નામની ખાનગી શાળ આવેલી છે. આ શાળા પર એલસી કાઢવા માટે 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વીડિયો વાયરલ થયો છે, તેમાં જોવા મળે છેકે, શાળાના કર્મચારી દ્વારા પૈસા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત શાળાના આચાર્ય અને વાલી વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં આચાર્ય જણાવે છેકે, પૈસા સંસ્થાને આપવના હોવાથી તેઓ લઇ રહ્યાં છે.

આ કિસ્સામાં ખોટી રીતે રસીદ અપાઈ છેઃ જિલ્લા શિક્ષણ અધિકારી

વાલીના આક્ષેપ મુજબ, શાળા આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે પૈસા ઉઘરાવે છે. ખાસ વાત એ છે કે શાળા તરફથી આપવામાં આવેલી રસીદમાં પૈસાનો હેતુ કે વિગતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આ શાળા હાલ ગ્રાન્ટેડ નથી અને કોઈપણ ખાનગી નોન-ગ્રાન્ટેડ શાળા ફક્ત એફઆરસીના નિયમો મુજબ જ ફી લઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રસીદમાં દરેક પ્રકારની વિગતો હોવી જરૂરી છે, જ્યારે આ કિસ્સામાં ખોટી રીતે રસીદ અપાઈ છે.

જો કોઇ શાળા પૈસા માગે તો ફરિયાદ કરોઃ પ્રફુલ પાનશેરીયા

દાહોદમાં બનેલી ઘટના અંગે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે, આમ તો કોઈપણ શાળાની અંદર દાહોદની ગુજરાતની કોઈપણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જો લેતા હોય તો એ ઇલિગલ છે. આવું ક્યાંય પણ ક્ષેત્ર બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે. ઘણી શાળાઓની અંદર આવી એ કમ્પ્લેન આવેલી છે અને આવે છે, તો આજે મને મીડિયા દ્વારા પણ આ જાણવા મળ્યું કે લિવિંગ સર્ટિફિકેટ કાઢવાના. તો અગાઉની ફીસ બાકી હોય વગેરે હોય એ વાત જુદી છે, પણ લિવિંગ સર્ટિફિકેટના એક રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એ આપવાનો થતો નથી.

શિક્ષણ વિભાગ આ બનાવ છે એનો અમે તપાસ કરશેઃ રાજ્ય શિક્ષણમંત્રી

પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું છે કે, જો કોઈ જિલ્લાની અંદર કે કોઈપણ ગુજરાતના કોઈ શાળાની અંદર આવો બનાવ બને, આવી પૈસાની માંગણી કરે વાલીઓ પાસે તો તુરંત જ તાલુકા લેવલે જિલ્લા લેવલે અમારા શિક્ષણ વિભાગની અંદર તુરંત કમ્પ્લેન કરે એનું સોલ્યુશન થશે અને એક રૂપિયો આપવાનો થતો નથી. ઘણીવાર ટ્રસ્ટી મંડળને ખ્યાલ પણ ન હોય અને નીચેનો સ્ટાફ આવી ગેરવહીવટી અથવા તો ભૂલ કરતો હોય અથવા તો જાણી જોઈને કરતો હોય જે તદ્દન જૂઠું છે. શિક્ષણ વિભાગની અંદર આવું નાણાંકીય પૈસાની માંગણી કરીને આ એક વેપારીકરણ તરીકે જવું એ યોગ્ય નથી. માટે શિક્ષણ વિભાગ આ બનાવ છે એનો અમે તપાસ કરીશું ને અન્ય કોઈ જગ્યાએ આવું બને તો ચોક્કસ પ્રકારે અમારા શિક્ષણ વિભાગની સાથે અથવા તો એમને કમ્પ્લેન કરે અમે એક્શન લેશું.