Ahmedabad School Murder: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર કેસમાં તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર હત્યા બાદ કરવામાં આવેલી કોઈ વ્યક્તિ સાથેની ચેટ સમગ્ર પાસા ઉપર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અમુલ ભટ્ટે લોકોને વિનંતી કરી
મણીનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે બે હાથ જોડીને લોકોને વિનંતી કરતા રહ્યું કે, ધીમે ધીમે અહીંયાથી વિખેરાઈ જાઓ. અમે રાજ્ય સરકારમાં તમારી જે પણ રજૂઆત હશે તે તમામ રજૂઆત કરીશું અને અત્યારે હાલમાં પણ અમે રજૂઆત કરી દીધી છે. મૃતક દીકરાની અંતિમયાત્રા તમામ લોકોને હું વિનંતી કરું છું કે અંતિમયાત્રામાં જોડાઈએ. વાલીઓની જે કોઈપણ રજૂઆત હશે તેને અમે રાજ્ય સરકારમાં કરીશું. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે તમારી વચ્ચે અહીંયા જ છીએ અને અમે અહીંયા જ હાજર રહીશું જ્યાં પણ તમને જરૂર હશે ત્યાં અમે હાજર રહેવા તૈયાર છીએ.
ઘટના શું છે
ગઈકાલે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યારબાદ આજે 20 ઓગસ્ટ, 2025ની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.