Ahmedabad Student Murder Case: અમદાવાદમાં ગઈકાલે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ત્યારબાદ આજે 20 ઓગસ્ટના સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેને પગલે ટોળાએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી હતી.
ફાંસીની સજા થાય તેવી માગ કરાઇ
મળતી માહિતી પ્રમાણે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે. મૃતકના પરીવારજનોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. અને સાથો-સાથ સેવન્થ ડે સ્કૂલની તાળા બંધી થવી જોઇએ.
વિદ્યાર્થીની અંતિમયાત્રા નિકળી
મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને પોલીસ સ્ટાફ જોડાયો હતો. અંતિમ યાત્રા ધીમે ધીમે હાટકેશ્વર ચાર રસ્તા તરફ પહોંચી રહી છે.