Chhota Udepur Rain Update: ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં આપણે ગઇકાલે તારીખ 24 જૂનના રોજ છોટા ઉદેપુર જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો તેના વિશેની માહિતી જાણીશું.
છોટા ઉદેપુર જિલ્લાના વરસાદી આંકડા
- જેતપુર પાવી - 6.97 ઇંચ
- સંખેડા - 4.45 ઇંચ
- બોડેલી - 4.25 ઇંચ
- છોટા ઉદેપુર - 2.64 ઇંચ
- કવાટ - 1.50 ઇંચ
- નસવાડી - 1.38 ઇંચ
જાણો ગઇકાલે કેટલો વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગઇકાલના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, નર્મદામાં 8.66 ઇંચ, દાહોદમાં 7.56 ઇંચ, તિલકવાડામાં 7.13 ઇંચ, જેતપુર પાવીમાં 6.97 ઇંચ, શેહરામાં 6.81 ઇંચ, ધરમપુરમાં 6.69 ઇંચ, વાપીમાં 6.18 ઇંચ, બારડોલીમાં 5.94 ઇંચ, વિરપુરમાં 5.94 ઇંચ, સિંગવાડમાં 5.55 ઇંચ અને મોડાસામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પડવાની આગાહી કરી છે. દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.