Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 18-08-2025ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં મહાકાલની થીમ તથા દાદાને આજે રુદ્રાક્ષના હાર અને મુગટનો શણગાર કરાયો છે. દાદાના વાઘામાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં મહાકાલની થીમનો શણગાર કરાયો છે. દાદા ને આજે રુદ્રાક્ષના હાર અને મુગટ પહેરાવાયો છે. તો હનુમાનજીને ગોંડલથી એક ભક્તિ તૈયાર કરીને મોકલેલા વિશેષ વાઘા પહેરાવ્યા છે. હનુમાનજી ના વાઘામાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. આ વાઘા બનાવતા સાત દિવસનો સમય લાગ્યો હતો.

શ્રાવણ માસ દરમિયાન સોમવારે શ્રીનિલકંઠ મહાદેવ મંદિર ખાતે પવિત્ર બ્રાહ્મણો દ્વારા શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે 7 દરમિયાન કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25-07-2025થી તારીખ 28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.