Salangpur Hanumanji: શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસના અવસરે શ્રીકષ્ટભંજન દેવને ત્રિરંગાની થીમનો શણગાર

આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 15 Aug 2025 09:11 AM (IST)Updated: Fri 15 Aug 2025 09:11 AM (IST)
salangpur-hanumanji-adorned-in-tricolor-theme-for-shravans-cold-seventh-day-and-independence-day-585591
HIGHLIGHTS
  • હનુમાનજીને 250 કિલોથી વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલ તથા આશોપાલવના પાનથી બનાવેલો ત્રિરંગાની થીમનો શણગાર કરાયો છે.
  • દાદાને ત્રિરંગાની થીમના વાઘા પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે.

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 15-08-2025ને શુક્રવારના રોજ શીતળા સાતમ અને સ્વતંત્રતા પવિત્ર દિવસે ત્રિરંગાની થીમનો શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસના અવસરે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 250 કિલોથી વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલ તથા આશોપાલવના પાનથી બનાવેલો ત્રિરંગાની થીમનો શણગાર કરાયો છે. તો દાદાને ત્રિરંગાની થીમના વાઘા પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા સંતો અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં ત્રિરંગા ફકરાવામાં આવ્યા છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.