Kutch Accident: કચ્છના મુન્દ્રા-ખેડોઇ હાઇવે પર અકસ્માતઃ કન્ટેનર નીચે દબાઇ જતાં એક્ટિવા સવાર ત્રણ યુવકના મોત

મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર પુરપાટ ઝડપે જઈ રહેલુ એક ટ્રેલર અચાનક બેકાબુ બની જતા તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી એક્ટિવા પર પડ્યું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 28 Aug 2025 02:57 PM (IST)Updated: Thu 28 Aug 2025 02:57 PM (IST)
kutch-accident-container-crushes-3-activa-drivers-to-death-on-mundra-khedoi-highway-593135

Kutch Accident News: કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો ભયનાક હતો કે ત્રણેય યુવકો કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા. માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર પુરપાટ ઝડપે જઈ રહેલુ એક ટ્રેલર અચાનક બેકાબુ બની જતા તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી એક્ટિવા પર પડ્યું હતું. જે અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ આશાસ્પદ યુવાનો તેની નીચે દબાઈ ગયા હતા.

બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. કન્ટેરને હટાવીને ત્રણેય યુવકોને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે અંજાર પોલીસે હોસ્પિટલમાં મૃતકોના નામ મેળવવાની કામગીરી હાથ ધરી છે.