Kachchh Lok Sabha Result 2024 Live: કચ્છ લોકસભા બેઠકઃ મતદાતાઓએ કોના પર વર્સાવ્યું હેત, વિનોદ ચાવડા કે નિતીશ લાલન કોના શિરે આવ્યો વિજયનો તાજ

Kachchh Election Result 2024 Live: કચ્છ લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 01:10 AM (IST)Updated: Tue 04 Jun 2024 07:54 AM (IST)
kachchh-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-kutch-latest-news-in-gujarati-live-blog-339662

Kachchh Lok Sabha Election Result 2024 Live Updates (કચ્છ લોકસભા સીટ ચૂંટણી પરિણામ): લોકસભા ચૂંટણી 2024નું આજે પરિણામ જાહેર થઇ રહ્યું છે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતીશ લાલન મેદાનમાં છે. 7 મેના રોજ આ બેઠક પર 56.14 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે જાણવા મળશે કે કોના પર મતદાતાઓએ હેત વર્ષાવ્યું છે. વિનોદ ચાવડા કે નિતીશ લાલણ કોના શિરે વિજયનો તાજ આવ્યો છે.

કચ્છ લોકસભા બેઠક પર 2024માં કેટલું થયું મતદાન
7 મેના રોજ ગુજરાતમાં થયેલા મતદાનમાં કચ્છ લોકસભા બેઠક પર 56.14 ટકા મતદાન થયું હતું. જેમાં અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં 58.28 %, માંડવીમાં 62.59 %, ભુજમાં 57.13 %, અંજારમાં 59.62 %, ગાંધીધામમાં 49.38 %, રાપરમાં 48.2 %, મોરબીમાં 58.26 % મતદાન થયું હતું.

2019માં શું હતી સ્થિતિ
2019ની ગુજરાતની લોકસોભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો એ સમયે કચ્છ લોકસભા સીટ પર 58.22 % મતદાન થયું હતું. જેમાં અબડાસામાં 59.91 %, માંડવીમાં 65.36 %, ભુજમાં 58.25 %, અંજારમાં 60.38 %, ગાંધીધામમાં 53.05 %, રાપરમાં 47.37 %, મોરબીમાં 63.26 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસના નરેશ મહેશ્વરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપના વિનોદ ચાવડાને 637034 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 331521 મત મળ્યા હતા. વિનોદ ચાવડાનો 305513 માર્જીન સાથે વિજય થયો હતો.

પાર્ટીનું નામઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપવિનોદ ચાવડા
કોંગ્રેસનિતીશ લાલન