Cadila Pharmaceuticals: દેશની સૌથી જૂની અને સૌથી મોટી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની પૈકીની એક કેડિલા ફાર્માસ્યુટિકલ્સે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આવશ્યક દવાઓની સૂચિ 2023માં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના પ્રાથમિક અને ગૌણ નિવારણ માટે "પોલીપીલ્સ" સમાવેશને આવકર્યુ છે.
કેડીલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડોક્ટર રાજીવ મોદી જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી આ માન્યતાથી વૈશ્વિક સ્તરે આરોગ્ય સુધારવા માટેના અમારા પ્રયાસોને બળ મળ્યું છે. પોલીકેપથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગનો બોજ નિયંત્રિત કરીને દુનિયાભરમાં કરોડો લોકોના જીવ બચાવવામાં સહાયરૂપ થશે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર જનરલ- ડો. ટેડ્રોસ એધેનોમ ગેબ્રેયેસુસ જણાવે છે કે આ પ્રકારની સારવારથી દુનિયાભરમાં ગરીબ અને મધ્યમ કક્ષાના દેશોમાં જાહેર આરોગ્યના બજેટને ખોરવ્યા વગર ખૂબ જ અસરકારકતા પ્રાપ્ત થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેડીલા પોલીપીલ ફોર્મ્યુલેશન (Polycap)ને ડીજીસીઆઈએ કોરોનરી હાર્ટ ડીસીઝ-સ્ટ્રોકના દર્દીઓમાં મલ્ટીપલ રિસ્ક ફેક્ટર અટકાવવા માટે વર્ષ 2009માં મંજૂરી આપી હતી. આ દવાનો આવશ્યક દવાઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નવી જાહેરાત એ કેડીલા ફાર્માસ્યુટિકલ માટે મહત્વનું સિમાચિહ્ન અને મોટી સિધ્ધિ છે. આ નિર્ણય પોલીપીલ્સ એ લોકોની અગ્રતા ધરાવતી ઔષધિય જરૂરિયાતોને સંતોષવા માટે અને ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર (ખાસ કરીને એથેરોસક્લેરોટીક) રોગ માટે સલામત, અસરકારક અને પોસાય તેવી દવા છે તેનો પુનરોચ્ચાર કરે છે. આ માન્યતા મળવાને કારણે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોલીપીલ્સના ક્લિનીકલ અને આર્થિક લાભને મજબૂતી પ્રાપ્ત થઈ છે જેનાથી કેડીલા ફાર્માસ્યુટિકલ્સની ઈનોવેટીવ હેલ્થકેર સોલ્યુશન પૂરાં પાડવાની કટિબધ્ધતાને બળ પ્રાપ્ત થયું છે.