Hathmati River: હાથમતી નદીનું અદભુત સૌંદર્ય: પિપલોદી પાસે નદીએ સર્જ્યો વોટરફોલ, મનમોહક દૃશ્યોનો આકાશી નજારો

વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત છે. હાથમતી જળાશય 100 ટકા ભરાઈ ગયું છે, જેમાં 5425 ક્યૂસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 31 Aug 2025 06:22 PM (IST)Updated: Sun 31 Aug 2025 06:22 PM (IST)
sabarkantha-news-hathmati-river-waterfall-witness-the-stunning-aerial-views-594954

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગર નજીક હાથમતી નદી ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠી છે. ભારે વરસાદને કારણે નદી બે કાંઠે છલકાઈ છે, જેના લીધે પિપલોદી પાસે નદીએ વોટરફોલનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ મનમોહક દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે, જે પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે. જિલ્લાના જળાશયો પણ વરસાદથી ભરાઈ ગયા છે, જેમાં હાથમતી જળાશય 100 ટકા ભરાઈ ગયું છે.

હાથમતી આહલાદક નજારો

હાથમતી નદીના આ કુદરતી સૌંદર્યનો એક ડ્રોન વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પિપલોદીના વોટરફોલની ભવ્યતા અને આસપાસની પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા આ આકાશી દૃશ્યોમાં નદીની આસપાસની લીલોતરી અને કુદરતી વાતાવરણ મનને શાંતિ આપે છે. આ વીડિયો પ્રકૃતિપ્રેમીઓ માટે એક લહાવો છે.

જળાશયોમાં પાણીની આવક

વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત છે. હાથમતી જળાશય 100 ટકા ભરાઈ ગયું છે, જેમાં 5425 ક્યૂસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે. હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુહાઈ જળાશય 94.69 ટકા ભરાયું છે, પરંતુ હાલમાં તેમાં પાણીની આવક બંધ છે. હરણાવ જળાશય 96.31 ટકા ભરાયું છે, જેમાં 235 ક્યૂસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે.