Gujarat Board, GSEB HSC (Class 12th) Supplementary Result 2024: HSCનુ પૂરક પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બપોરે 12.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ gseb.org પર GSEB HSC પૂરક પરીક્ષાનું પરિણામ જોઇ શકશે. GSEB 12નું પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓએ નિયુક્ત લોગીન વિંડોમાં તેનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. વૈકલ્પિક રીતે, તેઓ SMS દ્વારા પણ પરિણામ મેળવી શકે છે.
ગુજરાત બોર્ડ 12નું પરિણામ જોવાની રીત
GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
હોમપેજ પર, GSEB 12th Repeater Result લિંક પર ક્લિક કરો.
નિયુક્ત ફીલ્ડમાં તમારો રોલ નંબર નાખો.
વિગતો સબમિટ કરો.
ગુજરાત બોર્ડ 12નું પરિણામ મોબાઈલ સ્ક્રીન પર દેખાશે.
પીડીએફ સાચવીને રાખી દેજો.