Kesudo Flower Benefits: હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે ત્યારે કેસુડાના અપાર ફાયદાને કેવી રીતે ભૂલી શકાય!

કેસુડાના ફૂલનો પાવડર સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રાહત રહે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 13 Mar 2025 12:41 PM (IST)Updated: Thu 13 Mar 2025 12:41 PM (IST)
kesudo-or-palash-flower-uses-during-holi-dhuleti-and-its-ayurveda-benefits-490549
HIGHLIGHTS
  • કેસુડાના ફૂલમાંથી બનાવેલો રંગ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક

Kesudo Flower Benefits: કેસુડો… તેના સોનેરી-પીળા રંગના તેજ સાથે, હંમેશા સંસ્કૃતિ અને આરોગ્ય બંને પર પ્રકૃતિના શાંત છતાં શક્તિશાળી પ્રભાવનું પ્રતીક રહ્યું છે. હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે ત્યારે કેસુડાને કેવી રીતે ભૂલી શકાય! કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો રંગ ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે.કેસુડાના ફૂલો સૂકવીને પાણીમાં પલાળીને ત્વચા પર લગાવવાથી આકરા તાપમાં પણ ત્વચાને રક્ષણ મળે છે, કેસુડો ઉનાળા દરમિયાન ચામડીના રોગોને દુર રાખવામાં ઉપયોગી નીવડે છે. આપણી સંસ્કૃતિમાં કેસુડાના ઉપયોગ જાણીને તેને ધર્મ સાથે વણી લીધું હતું. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી માનવામાં આવી હતી. આયુર્વેદની દ્રષ્ટિએ પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની ત્વચા પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહે છે. સાથે જ તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.

ઉપરાંત કેસુડાના ફૂલનો પાવડર કરીને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રાહત રહે છે. આંખના રોગો માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થાય છે. થાઇરોઇડના રોગમાં પણ કેસુડો ઉપયોગી છે. કેસુડાના મૂળને તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચનશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. કેસુડો ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ છે, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનું જોડાણ છે, અવશ્ય ઉપયોગ કરશો.