Hardik Patel Greets PM Modi in Gujarat: ગઈકાલે પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂરા થયા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટે આવ્યા હતા. જ્યાં તેમણે ટીડીએસ લિથિયમ આયન બેટરી પ્લાન્ટ અને હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સ અને ઈ વિટારા કારનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હેલિપેડ ખાતે MLA હાર્દિક પટેલે સ્વાગત કર્યું હતું. જેના ફોટો હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.


મહત્ત્વનું છે કે, એક સમયે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર આંદોલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા. એ પછી આંદોલન બાદ પહેલાં કોંગ્રેસ અને પછી ભાજપમાં જોડાયાઈને વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા. ત્યારે ગઈકાલે હાંસલપુરમાં PM નરેન્દ્ર મોદીનું હેલિપેડ ખાતે હાર્દિક પટેલે સ્વાગત કર્યું હતું.

હાર્દિક પટેલે તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે, સુસ્વાગતમ્ મોદી સાહેબ, આજે વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકાના હાંસલપુરમાં સ્થિત મારુતિ સુઝુકીના ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કર્યું.