Gujarat Weather: હવામાન વિભાગની 7 જુલાઈ સુધીની આગાહી, આજે ભાવનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે

પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 01 Jul 2025 02:59 PM (IST)Updated: Tue 01 Jul 2025 02:59 PM (IST)
gujarat-weather-imd-issues-rain-alert-for-bhavnagar-north-central-regions-558722

Gujarat Weather Today: ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ક્યાંક ક્યાંક ધોધમાર ઝાપટા સમયાંતરે વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર, સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે. આજે ભાવનગર, અમરેલી ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

1 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 1 July 2025)

હવામાન વિભાગ અનુસાર, આજે 1 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

2 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 2 July 2025)

2 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ જિલ્લામાં અતભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, જૂનાગઢ, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

3 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 3 July 2025)

3 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

4 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 4 July 2025)

4 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

5 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 5 July 2025)

5 જુલાઈ 2025ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસા થઇ શકે છે. જ્યારે નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, છોટા ઉદેપુર, પંચમહાલ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

6 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 6 July 2025)

6 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

7 જુલાઈ 2025ની વરસાદની આગાહી (Gujarat Weather Forecast, 7 July 2025)

7 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.