Gujarat Weather: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મેઘ મહેર થવાની શક્યતા છે. આ ઉપરાંત, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે જાણો આજે 27 ઓગસ્ટથી 02 સપ્ટેમ્બર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 27 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 28 ઓગસ્ટના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 29 ઓગસ્ટના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 30 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 31 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 01 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 02 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.