Gujarat News Live Updates, December 24, 2024: 'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક અસ્થિર મગજના યુવકે પેટ્રોલ છાંટીને જાત જલાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ઘર તરફ જવાનો રસ્તો સાંકડો હોવાથી યુવકે આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી જતાં યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અમદાવાદના થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી છે. ફાયર વિભાગની અંદાજે 28 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.
પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પંચાયતની ચૂંટણી પહેલા રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ અને સાબરકાંઠાના મંડલ પ્રમુખોની યાદી કરી જાહેર કરવામાં આવી છે. પર પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વિવિધ જિલ્લાના સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલા વિવિધ મંડળના પ્રમુખોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.