જાગરણ સમૂહની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ GUJARATIJAGRAN.COM મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોન્ચ કરી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 09 Sep 2022 09:45 AM (IST)Updated: Sat 10 Sep 2022 10:38 AM (IST)
gujarat-cm-bhupendra-patel-to-launch-jagran-group-gujarati-news-web-sites

અમદાવાદ.
GujaratiJagran.comના લોન્ચ સાથે ભારતનું અગ્રણી મીડિયા સમૂહ જાગરણ ન્યૂ મીડિયા (Jagran New Media) તેના ડિજિટલ ફૂટપ્રિન્ટને ગુજરાત રાજ્યમાં આગળ વધારવા જઈ રહ્યું છે. હિન્દી બેલ્ટમાં વાચકોનો વિશ્વાસ જીત્યા બાદ જાગરણ ન્યૂ મીડિયા હવે ગુજરાતીમાં પ્રવેશ કરવા તૈયાર છે.

ગુજરાતી જાગરણના લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ઓફલાઇન અને ઓનલાઇન બન્ને માધ્યમમાં દેશમાં અગ્રેસર જાગરણ મીડિયા ગ્રૂપનો ગુજરાતમાં પ્રવેશ થઇ રહ્યો છે. gujaratijagran.comના મધ્યમથી ગુજરાતની જનતાને ગુજરાતી ભાષામાં વૈવિધ્યસભર સમાચાર આપવા જઇ રહ્યું છે જે બદલ હું સમગ્ર ગુજરાત તરફથી અભિનંદ પાઠવું છું.

ગુજરાતના વિકાસ માટે એવા મજબૂત પાયા નાંખ્યા જેના કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતની વિકાસ યાત્રાએ નવા શિખરો સર કર્યાં છ. ગુજરાતની નવી વેબસાઈટ લોન્ચિંગ માટે જાગરણ ગ્રુપને આભાર માનું છું. આ વેબસાઈટ ગુજરાતની સેવા કરવામાં ક્યાં ઉણી નહીં ઉતરે તેવી આશા વ્યક્ત કરું છું.

આ તકે કેબિનેટ મિનિસ્ટર પ્રદીપ પરમારે ગુજરાતી જાગરણની ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વસતા લોકોને વૈવિધ્યસભર સમાચારો આ માધ્યમથી વાંચવા મળશે. આ ચેનલના માધ્યમનો વિકાસ અને ગામડાંનો છેવાડાનો માનવી સુધી ગુજરાતની ડબલ એન્જિનની ભાજપ સરકારના વિકાસની વાત પહોંચશે.

આ તકે કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે જણાવ્યું કે, ગુજરાતી જાગરણ અને અમે બધા ગુજરાતી. કોલેજથી રાજનીતિમાં આવ્યો. મીડિયાનું કામ શાસકને બીવડાવવા, જાગતા રાખવા. જો કે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. છેલ્લા 20 વર્ષોમાં જોવું છું કે, મીડિયા વિપક્ષને દબાવી રહ્યું છે.

આ અવસરે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, આજે દેશની અને રાજ્યની જે પરિસ્થિતિ છે, તેનો સાચો ચિતાર કોણ આપે. એક સમય એવો હતો કે, જ્યારે માણસના હાથમાં પેપર ના આવે, તો તેના ગળેથી ચા નહતી ઉતરતી. આજે જમાનો બદલાઈ ગયો છે. લોકો સવારે ઉઠીને મોબાઈલના માધ્યમથી સોશિયલ મીડિયા થકી ન્યૂઝ જોઈ લેતો હોય છે.

ગુજરાત અને દેશમાં બનતા સાચા બનાવોને ભારતના બંધારણ મુજબ લોકો સુધી પહોંચાડવાનો હેતુ હોવો જોઈએ. આજે આ હેતુ સિદ્ધ નથી થતો. કોઈપણ રાજકીય પાર્ટી હોય કે બિઝનેશ સાથે જોડાયેલું કોઈ ગ્રુપ હોય. આજે પરિસ્થિતિ સાવ જ બદલાઈ ગઈ છે. લોકોનો મીડિયા પ્રત્યેનો વિશ્વાસ ધીમે-ધીમે ઉઠી રહ્યો છે. આજે કોમ્પિટિશનનો જમાનો છે. રાજનીતિ હોય, બિઝનેશ હોય કે મીડિયા તમામ ક્ષેત્રમાં હરિફાઈ છે.

અમદાવાદ સિંધુ ભવન સ્થિત હોટલ તાજ સ્કાય ખાતે અગ્રણી જાગરણ મીડિયા ગ્રુપની ગુજરાતી વેબસાઈટના લોન્ચિંગનો પ્રસંગ યોજાઈ રહ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ દિપ પ્રાગટ્ય કર્યું હતુ. આ અવસરે મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ મંત્રીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી છે.

https://www.youtube.com/watch?v=R4Aa5Cc4wJA
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન
જાગરણ ગ્રુપના CEO ભરત ગુપ્તાને આશીર્વાદ આપતાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંત
કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજા સાથે જાગરણ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાય
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે જાગરણ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાય
વરિષ્ઠ પત્રકાર ધૈવત ત્રિવેદી સાથે જાગરણ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાય
બિનિતા પરીખ સાથે જાગરણ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાય
પત્રકાર આનંદ શુક્લા સાથે જાગરણ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ અને એડિટર ઈન ચીફ રાજેશ ઉપાધ્યાય

ગુજરાતી એક એવી સ્થાનિક ભાષા કે જે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે બોલાય છે. ગુજરાત રાજ્ય વસતા ગુજરાતીઓ અને વિશ્વભરમાં ગુજરાતી ભાષા બોલતાં ગુજરાતીઓને ગુજરાતી જાગરણ ડોટ કોમ પળેપળના રિયલ ટાઈમ સમાચાર અને માહિતી પહોંચાડશે. યુઝર્સને સ્થાનિક અને દેશના સમાચારોની તમામ અપડેટ માટેની સંબંધિત, વિશ્વસનીય, ભરોસાપાત્ર માહિતી એક જ સ્થળેથી મળી રહેશે. એટલું જ નહીં પણ, યુઝર્સને મનોરંજન, રમતગમત, વર્લ્ડ, શેરબજાર, બિઝનેસ, લાઈફસ્ટાઈલ, ફૂડ, ધર્મ અને જયોતિષશાસ્ત્ર સહિતના વિવિધ વિષયોને લગતી એક્સક્લુઝિવ માહિતી પણ વાંચવા મળશે.

9 સપ્ટેમ્બર 2022, શુક્રવારના રોજ અમદાવાદમાં આયોજિત ઉદઘાટન સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

GujratiJagran.comનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ફેલાયેલાં ગુજરાતના વાચકો માટે જાગરણ સમૂહનું વિશ્વસનીય અને સોલ્યૂશન જર્નાલિઝમ લાવવાનો છે. આ પહેલ જાગરણના વિશાળ ન્યૂઝ નેટવર્ક, જાગરણ પ્રાઈમના તથ્યપૂર્ણ અને ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સ અને વિશ્વાસ ન્યૂઝની ફેક્ટ ચેક સ્ટોરીઓની એક્સેસની ખાતરી આપે છે. આ વેબસાઈટ સ્થાનિક અપડેટ્સ અને દેશના વિવિધ ભાગોના સમાચાર, રાજકારણ, શેરબજાર, રમતગમત, જ્યોતિષશાસ્ત્ર, લાઈફસ્ટાઈલ અને સ્વાસ્થ્યના વિષયોને આવરી લેશે.

જાગરણ ન્યૂ મીડિયા
જાગરણ ન્યૂ મીડિયા એ જાગરણ પ્રકાશન લિમિટેડનો ડિજિટલ ભાગ છે- જે પ્રિન્ટ, OOH, એક્ટિવેશન્સ, રેડિયો અને ડિજિટલમાં ફેલાયેલી તેની પાંખો સાથેનું ભારતનું અગ્રણી મીડિયા અને કમ્યુનિકેશન જૂથ છે.

જાગરણ ન્યૂ મીડિયાની પહોંચની વાત કરીએ તો, તેના 101 મિલિયનથી વધારે યુઝર્સ (કોમસ્કોર MMX મલ્ટી-પ્લેટફોર્મ; જૂન 2022) છે, અને 67.18 મિલિયન વિડીયો વ્યૂઝ (યુટ્યુબ, જૂન 2022) છે, અને તેણે ભારતમાં ટોચના 10 સમાચાર અને માહિતી પ્રકાશકોમાં તેનું સ્થાન મજબૂત કર્યું છે. કંપની મલ્ટીમીડિયા સામગ્રી પ્રકાશિત કરે છે, જેમાં એક દિવસમાં 7000થી વધુ સ્ટોરી અને 40 વિડીયોનો સમાવેશ થાય છે.

JNM મીડિયા અને પબ્લિશિંગ કેટેગરી હેઠળ વિવિધ શ્રેણીઓ ઓફર કરે છે અને વિવિધ શ્રેણીઓમાં રિયલ ટાઈમ કન્ટેન્ટ પ્રદાન કરવામાં તે હંમેશા અગ્રેસર રહ્યું છે, તેમાં સમાચાર અને રાજકારણનો ફાળો પ્રમુખ છે, પણ સાથે-સાથે શિક્ષણ, લાઈફસ્ટાઈલ, હેલ્થ, ઓટો અને ટેક્નોલોજીનું યોગદાન પણ મહત્વપુર્ણ છે. કંપની પાસે સમાચાર અને રાજકારણને આવરી લેતી સમર્પિત વેબસાઈટ્સ છે, જેમાં jagran.com, naidunai.com, inextlive.com, punjabijagran.comનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અગ્રણી હેલ્થ વેબસાઈટ Onlymyhealth.com, મહિલાઓ માટેનું ખાસ પોર્ટલ Herzindagi.com અને ખાસ શિક્ષણ માટેની વેબસાઈટ JagranJosh.com, અગ્રણી ફેક્ટ ચેક વેબસાઈટ Vishvasnews.comનો પણ સમાવેશ થાય છે