GSEB SSC Result 2024: ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10નું પરિણામ, આ રીતે ડાઉનલોડ કરો માર્કશીટ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 15 Apr 2024 01:52 PM (IST)Updated: Mon 15 Apr 2024 01:52 PM (IST)
gujarat-board-10th-result-2024-gseb-ssc-result-2024-expected-soon-check-marksheet-details-here-314541

GSEB 10th Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં 11 થી 22 માર્ચ, 2024 દરમિયાન SSC પરીક્ષાઓ યોજાઈ હતી. જેનું પરિણામ મે 2024 સુધી જાહેર કરાય તેવી સંભાવના છે. ગુજરાત SSC પરિણામ 2024 અંગે અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં પુષ્ટિ કરવામાં આવશે.

GSEB SSC પરિણામ 2024 તારીખ અને સમય - GSEB SSC Result 2024 Date and Time

  • ગુજરાત ધોરણ 10નું પરિણામ 2024ની તારીખ ટૂંક સમયમાં બોર્ડના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને ગુજરાત SSC પરિણામની જાહેરાતની જાણ કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને પરિણામ તપાસવા માટેની લિંક વેબસાઈટ પર લાઈવ કરવામાં આવશે.

GSEB SSC પરિણામ 2024 તપાસવાના સ્ટેપ્સ - Steps to Check GSEB SSC Result 2024

ધોરણ 10નું પરિણામ 2024 ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાહેર થશે. વિદ્યાર્થીઓ તેમના ધોરણ 10 સીટ નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરી શકે છે. વિદ્યાર્થીઓ પરિણામ તપાસવા માટે અહીં આપેલા પગલાંને પણ અનુસરી શકે છે.

  • ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
  • GSEB 10th result 2024 લિંક પર ક્લિક કરો.
  • હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
  • GSEB માર્કશીટ ઓપન થશે.
  • ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો.

GSEB 10th Result 2024: માર્કશીટ પર ઉલ્લેખિત વિગતો

ધોરણ 10ના પરિણામ 2024ની માર્કશીટમાં નીચેની વિગતો સામેલ હશે.

  • વિદ્યાર્થીનું નામ
  • રોલ નંબર
  • પરીક્ષાનું નામ
  • વિષયો
  • વિષય મુજબ મેળવેલા ગુણ
  • કુલ ગુણ
  • લાયકાતની સ્થિતિ