Lok Sabha Election 2024: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પુરવણી ચકાસણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ પરિણામ જાહેર થવામાં હજી સમય લાગશે. આગામી લોકસભા ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.
હાલ ધોરણ 10 અને 12ના પરિણામના ઓડિટની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત હજી જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા છે તેઓ વિદ્યાર્થીઓની સુનાનણીની કામગીરી હજી થઈ શકી નથી. કારણ કે પરીક્ષા સાથે જોડાયેલું તમામ સ્ટાફ હાલ ચૂંટણીના કામગીરીમાં જોડાયેલો હોવાના કારણે અને પરીક્ષા સમિતિની બેઠક થઈ શકી નથી. જેના કારણે ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓને સુનાવણી થઈ શકી નથી. આથી રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે
આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 09 લાખથી વધુ તેમજ ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં નોંધાયા હતા. ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતું. ગુજકેટની પરીક્ષામાં 1,37.700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ. 2,00,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.