LIVE BLOG

GSEB SSC Result 2024 LIVE: આવતીકાલે ધોરણ 10નું પરિણામ, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ જાહેર થશે, SMS અને ડીજીલોકર દ્વારા પણ ચેક કરી શકાશે; જાણો

Gujarat Board Class 10th Result 2024: 11 મેના રોજ સવારે 8 વાગ્યાથી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10નું પરિણામ ચેક કરી શકાશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અને મેસેજ દ્વારા પરિણામ તપાસી શકે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 10 May 2024 01:12 PM (IST)Updated: Fri 10 May 2024 04:49 PM (IST)
gseb-10th-result-2024-date-time-and-websites-gujarat-board-class-10-results-how-to-check-marks-at-gseb-org-327653

GSEB, Gujarat Board SSC (10th) Result 2024 Live Updates (ધોરણ 10 રીઝલ્ટ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે 11 મેના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ સાથે જ રાજ્યભરના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન, SMS અને ડીજીલોકર દ્વારા પરિણામ ચેક કરી શકે છે. ત્યારે જાણો પરિણામ તપાસવાની પ્રોસેસ.

10-May-2024, 01:12:31 PMGSEB SSC Result 2024 Live: આ રીતે ચેક કરો GSEB SSCનું પરિણામ 2024 - How to check GSEB SSC Result 2024

  • ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
  • GSEB 10th result 2024 ની લિંક પર ક્લિક કરો.
  • SSC સીટ નંબર એન્ટર કરીને લોગ ઈન કરો.
  • GSEB માર્કશીટ ઓપન થશે.
  • ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો.

10-May-2024, 01:12:35 PMGSEB SSC Result 2024 Live: એસએમએસ દ્વારા પરિણામ ચેક કરવાના સ્ટેપ્સ - STEPS TO CHECK RESULTS VIA SMS

ધોરણ 10ના વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ ચેક કરી શકે છે.

  • સ્માર્ટફોન પર SMS એપ્લિકેશન ઓપન કરો.
  • SMS માં 'SSC <space> સીટ નંબર' ટાઈપ કરો.
  • SMS 56263 નંબર પર મોકલો.
  • SMS મોકલ્યાના થોડા સમય પછી તમને પરિણામનો મેસેજ પ્રાપ્ત થશે.

10-May-2024, 01:12:37 PMGujarat Board Class 10th Result 2024: ડીજીલોકર દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું

  • DigiLocker- digilocker.gov.in પર જાઓ અથવા ફોનમાં ડીજીલોકરની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • આધાર નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને સાઇન અપ કરો.
  • લોગ ઇન કર્યા પછી 'શિક્ષણ' સેક્શન પર ક્લિક કરો.
  • પછી 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ' લિંક સિલેક્ટ કરો.
  • ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી 'ક્લાસ 10 પરિણામ' લિંક પસંદ કરો.
  • નવી વિન્ડો પર, GSHSEB રોલ નંબર, જન્મ તારીખ અને અન્ય વિગતો દાખલ કરો.
  • પછી 'પરિણામ મેળવો' પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર પરિણામ દેખાશે.

10-May-2024, 01:12:40 PMGujarat Board Class 10th Result 2024 Live: આ રીતે WhatsApp પર મેળવી શકો છો પરિણામ

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.

10-May-2024, 01:12:44 PMGSEB SSC Result 2024 Live: માર્કશીટ પર ઉલ્લેખિત વિગતો - GSEB SSC Result 2024

  • પરીક્ષાનું નામ
  • વિદ્યાર્થીનું નામ
  • રોલ નંબર
  • વિષયો
  • વિષય મુજબ મેળવેલા ગુણ
  • કુલ ગુણ
  • લાયકાતની સ્થિતિ