Ahmedabad Seventh Day School Stabbing: અમદાવાદમાં મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા ઘરેથી નીકળી ગઈ છે. આ અંતિમયાત્રા સેવન્થ ડે સ્કૂલ પર થઈને નીકળશે ત્યારે સ્કૂલ પર પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. હવે ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ પર છે. હવે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારી સંપૂર્ણ તપાસ કરશે: રાજ્ય શિક્ષણમંત્રી
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આ ઘટના આપણાં સૌ માટે સામાજિક ચિંતન અને મનન કરવાનો વિષય છે. આ ગંભીર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ સંપૂર્ણ તપાસ કરશે. ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવાશે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આધ્યાત્મિકતા સાથે શિક્ષણ આપવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.
#WATCH | Gandhinagar, Gujarat: On the death of a student after being stabbed by another, Gujarat Minister Praful Pansheriya says, "At Seventh Day School of Ahmedabad, a class 10 student, Nayan was stabbed to death by a class 9 student. This is unfortunate. This is a red signal… pic.twitter.com/BIASuN4TES
— ANI (@ANI) August 20, 2025
જાણો શું છે સમગ્ર મામલો
તારીખ 19 ઓગસ્ટના બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો હતો. તે સ્કૂલની સામેના ભાગે મણિયાશા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા, આ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ત્યાથી નાસી છૂટ્યો હતો. આ તરફ ઘાયલ થયેલ વિદ્યાર્થી ડરના માર્યો સ્કૂલના કમ્પાઉન્ડના તરફ દોડી આવ્યો હતો, જેને સિક્યોરિટી ગાર્ડે જોતા સ્કૂલ સત્તાવાળાઓ તેમજ પોલીસને જાણ કરી હતી.