Ahmedabad School Murder Case: અમદાવાદની એક ખાનગી શાળામાં આઠમા ધોરણના વિદ્યાર્થીએ નજીવા ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના બાદ વાલીઓ અને હિન્દુ સંગઠનોના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સેંકડો લોકોના ટોળાએ શાળામાં ઘૂસીને ભારે તોડફોડ કરી અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોને માર માર્યો હતો. પોલીસે માંડ તેમને બહાર કાઢ્યા. બાદમાં ટોળાએ વિદ્યાર્થીનો મૃતદેહ શાળાની બહાર મૂકીને રસ્તો બ્લોક કરી દીધો અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
આ ઘટના બાદ આરોપી વિદ્યાર્થીની ઇન્સ્ટાગ્રામ ચેટ સામે આવી છે, જેમાં તેણે પોતાના મિત્ર સાથે વાતચીત કરી છે. આ ચેટમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી છે. ચેટમાં તેણે પોતાના મિત્રને કહ્યું કે 'જે કંઈ થયું તે થઈ ગયું.' તેણે તેના સિનિયર નયન સંતાની પર છરીથી હુમલો કર્યો હોવાનું પણ કબૂલ્યું છે.
શાળાના સીસીટીવી ફૂટેજમાં, મૃતક વિદ્યાર્થી નયન તેના પેટ પર હાથ રાખીને અને ઘા ઢાંકીને જતો જોવા મળ્યો. તેને તરત જ મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ગંભીર ઈજાને કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતાનો માહોલ ફેલાવી દીધો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી વિદ્યાર્થી પાસેથી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે તેના મિત્રએ છરા મારવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે નયન પર આરોપ લગાવ્યો કે તે તેને ધમકી આપી રહ્યો છે અને કહે છે, "અરે, તુ મુજે બોલ રહા થા કી કૌન હૈ ક્યા કર લેગા તુ" જેના પર તેના મિત્રએ કહ્યું કે એસી બાત પર કિસી કો ચાકૂ નહીં મારતે. વૈસે મારતા, લેકિન જાન સે નહીં મારના થા
આરોપીએ તેની અવગણના કરી અને કહ્યું, "છોડના અબ જો હો ગયા વો હો ગયા"
દોસ્તઃ ભાઈ તુને આજ કુછ કિયા?
આરોપીઃ હા
દોસ્તઃ ભાઈ તુમને ચાકૂ મારા થા?
આરોપીઃ તુમ્હે કિસને બતાયા?
દોસ્તઃ એક મિનિટ ફોન કરો. કોલ પે બાત કરતે હૈ.
આરોપીઃ નહીં નહીં.
દોસ્તઃ ચેટ પે સબ નહીં. મેરે કો તેરા નામ પહેલે આયા દિમાગ મેં. ઇસલિયે તુમસે બાત કી.
આરોપીઃ અભી બડા ભાઈ હૈ મેરે સાથ. ઉસકો ખબર નહીં. તમ્હે બતાયા કિસને.
દોસ્તઃ વો મર ગયા શાયદસે
આરોપીઃ હૈં... કોન થા વેસે?
દોસ્તઃ અબે ચાકૂ તુને મારા થા? વો પૂછ રહા હૂં.
આરોપીઃ હાં તો.