Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા, કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ એલર્ટમાં

સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 19 Aug 2024 10:02 AM (IST)Updated: Mon 19 Aug 2024 10:02 AM (IST)
ahmedabad-news-more-than-325-cases-of-dengue-reported-in-civil-hospital-in-a-month-health-department-on-alert-as-cases-continue-to-rise-382798

Ahmedabad News: ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ હાલ બેકાબુ બન્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 83 સહિત છેલ્લા એક મહિનામાં જ ડેન્ગ્યુના 325 કેસ નોંધાઇ ચૂક્યા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં ડેન્ગ્યુના શંકાસ્પદ 557 કેસ હતા. બીજી તરફ એક મહિનાના આ સમયગાળામાં મેલેરિયાના 66 કેસ નોંધાયા છે. જેમાં ગત સપ્તાહમાં 23 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ચિકનગુનિયાના કુલ 3 કેસ નોંધાયેલા છે. આગામી દિવસોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયાનેકિસમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.

વાયરલ ઈન્ફેક્શન, શરદી- ઉધરસના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1867 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે વાયરલ ઈન્ફેક્શનના રોજના 270થી વધુ દર્દી આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાના આ સમયગાળામાં વાયરલ ઈન્ફેક્શનના 5537 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સિવાય એક સપ્તાહમાં ડાયેરિયાના 41, હિપેટાઈટિસના 7, ટાઇફોઇડના 6 કેસ નોંધાયેલા છે.