Ahmedabad Delhi Darwaja: અમદાવાદ ખાતે આવેલ દિલ્હી દરવાજા પાસે યુવકની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંગત અદાવતના કારણે શખ્સોએ છરી વડે હુમલો કરીને ઢીમ ઢાળી દિધું હતું. યુવકની યુવકે અને યુવતીએ હત્યા કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તાપસ શરુ કરી છે. આરોપીઓએ યુવક સાથે ઝઘડો કરી જીવલેણ હુમલો કર્યો હોવનું તપાસમાં સામે આવ્યું છે.
દિલ્હી દરવાજા પાસે યુવકની હત્યા કરાઇ
આ ઘટના મામલે મૃતકના પરિવારે માધવપુરા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે આરોપીએ યુવકને છરી મારી લોહીલૂહાણ કરી નાખ્યો હતો. પરિવારે ત્યા પહોંચીને જોયુ તો યુવક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં યુવકનું મોત થયું હતું.
હુમલો કરી આરોપીઓ ફરાર
યુવકે અને યુવતીએ કરેલી હત્યામાં યુવતીને જોવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકે કહ્યું કે, તુ કેમ તેને જોતો હતો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં તેમણે છરી વડે ઘાતકી હુમલો કરી યુવકને રહેસી નાખ્યો હતો. જે મામલે પોલીસે યુવક અને યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક કિશન હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ભોઈવાડાની પોળમાં રહેતો કિશન શ્રીમાળી હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે રાત્રિના દિલ્હી દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખસે તેને આંતર્યો હતો અને કહ્યું હતું કે, મેરી બીબી કે સામને ક્યુ દેખતા હૈ. આ વાતચીત કરી બદરુદ્દીને મારામારી શરૂ કરી હતી. થોડીવારમાં જ બદરુદીને પોતાની પાસે રહેલી છરી કાઢીને કિશન પર હુમલો કરી દેતા નાસભાગ મચી હતી.