Corona Cases In Ahmedabad: ગુજરાત સહિત દેશભરમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે. કોરોનાના વધી રહેલા કેસને લઇને સરકાર દ્વારા રાજ્યની હોસ્પિટલોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં વધુ 6 નવા કેસ નોંધાયા છે. આ સાથેજ શહેરમાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 13 થઇ છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા અને સરખેજ વિસ્તારમાં નોંધાયા છે. માહિતી અનુસાર ત્રણ મહિલા અને ત્રણ પુરુષ કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદમાં ગઇકાલ સુધી 7 જેટલા કોરોનાના એક્ટિવ કેસો હતા. ત્યારે આજે વધુ 6 કેસોમાં એકજ દિવસમાં સામે આવ્યા છે. એકજ દિવસમાં 6 જટેલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. આ પહેલા જે સાત એક્ટિવ કેસ હતા તેમાં 4 મહિલા અને 3 પુરુષ હતા. આ કેસો જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે આજે જે 6 કેસ નોંધાયા છે. તેમાં 3 પુરુષ અને 3 મહિલાઓ છે. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઇને રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. સરકાર દ્વારા પણ હોસ્પિટલોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત એસીવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક, દવાનો પર્યાપ્ત જથ્થો, વેન્ટિલેટરની સુવિધા રાખવા સૂચના આપી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક, 650 કન્સ્ટ્રેટર, 300 આઇસીયુ બેડ, 500 વેન્ટિલેટર, 7 ઓક્સિજન પ્લાન્ટની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.