Taarak Mehta ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીનો એક એવો શો છે, જેને દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. આ શો છેલ્લા 17 વર્ષથી પોતાના શાનદાર કન્ટેન્ટ દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોનું દરેક પાત્ર ચાહકોને પ્રિય છે. આજે અમે તમને દિલીપ જોશી અને ટપ્પુ સેનાના સભ્યોની પ્રતિ એપિસોડ ફી વિશે જણાવીશું.
દિલીપ જોશી (જેઠાલાલ)
શોમાં ‘જેઠાલાલ’ બનીને ટીવી પર રાજ કરનારા દિલીપ જોશી દર મહિને શોમાંથી ઘણી કમાણી કરે છે. ટાઇમ્સ નાઉના એક રિપોર્ટ અનુસાર જેઠાલાલ પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા વસૂલે છે. જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવે છે કે તેઓ એક એપિસોડ માટે 2 લાખ રૂપિયા લે છે.
નીતિશ ભલુની (ટપ્પુ)
નીતિશ ભલુની આ શોમાં ટપ્પુનો રોલ ભજવે છે, જે ટપ્પુ સેનાના લીડર પણ છે. નીતિશને એક એપિસોડ માટે 20 હજાર રૂપિયા મળે છે.
ખુશી માળી (સોનુ)
ખુશી માળી શોમાં સોનાલિકા જોશી એટલે કે સોનુનું પાત્ર ભજવે છે. રિપોર્ટ્સ અનુસાર તેની પ્રતિ એપિસોડ ફી પણ 10 થી 15 હજાર રૂપિયાની વચ્ચે છે.
અઝહર શેખ (પિંકુ)
અઝહર શોમાં પિંકુનો રોલ ભજવી રહ્યા છે અને તે 17 વર્ષથી તારક મહેતા શોનો ભાગ છે. કોઈમોઈના એક રિપોર્ટ અનુસાર તેની પ્રતિ એપિસોડ ફી લગભગ 10 હજાર રૂપિયા છે.
ધર્મિત (ગોલી)
શોમાં ગોલી એટલે કે ગુલાબ સિંહ હાથીનો રોલ ધર્મિત ભજવે છે. રિપોર્ટ્સ અનુસાર તેની ફી 10 થી 15 હજાર રૂપિયાની વચ્ચે છે.
સમય શાહ (ગોગી)
શોમાં ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહ શરૂઆતથી જ તેનો ભાગ છે. રિપોર્ટ્સ અનુસાર ગોગી એક એપિસોડ માટે 10 હજાર રૂપિયાની ફી લે છે.
આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ અનુસાર છે. શોના મેકર્સે ક્યારેય તેમની ફીસ પર કોઈ વાત કરી નથી.