Main Hoon Na Sequel Update: શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ 'મૈં હૂં ના' 2004 માં આવી હતી. 25 કરોડ રુપિયાથી બનેલી આ ફિલ્મે વર્લ્ડ વાઈલ્ડ તે સમયે 70.40 કરોડથી વધારેનો વકરો કર્યો હતો. હવે 21 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફરાહ ખાન અને તેમની ટીમ આ ફિલ્મ પર કામ કરી રહી છે.
'મૈં હૂં ના' ફિલ્મના સ્ક્રીન પ્લે પર કામ શરૂ
પિંકવિલા સાથે જોડાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર ફરાહ પાસે આ સિક્વલ માટે એક આઈડિયા છે. શાહરુખ ખાનને પણ આઈડિયા પસંદ આવ્યો છે. સ્ક્રીનપ્લે પર કામ શરૂ થઈ ગયું છે. ફરાહની રાઈટિંગ ટીમ અને રેડ ચિલીઝની ઈન હાઉસ રાઈટિંગ ટીમ સાથે મળીને ફિલ્મનો સ્ક્રીન પ્લે તૈયાર કરી રહી છે.
શાહરુખ ખાન આ ફિલ્મનો હિસ્સો હશે કે નહિ
સુત્રોએ જણાવ્યું છે કે શાહરુખ ખાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર સિક્વલ છે એટલા માટે થઈને ફિલ્મનો હિસ્સો નહિ બને, પરંતુ તેમને ફિલ્મની કહાણી ગમશે તો ત્યારે જ તેઓ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થશે. ફિલ્મનો પ્રથમ ડ્રાફ્ટ 2025 ના મધ્યમાં તૈયાર થશે.
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મો
હાલ શાહરુખ ખાન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ કિંગનું શૂટિંગ કરી રહ્યા છે. જે 2026 માં રિલીઝ થશે. આ સાથે જ તેમની પાસે પઠાન 2 અને ટાઈગર વર્સિસ પઠાન ફિલ્મ પણ છે.