Sara Ali Khan Black Saree Pics: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની ફિલ્મોની સાથે સાથે ફેશન માટે પણ ખૂબ ફેમસ છે. ત્યારે હાલમાં જ ફિલ્મ 'એ વતન મેરે વતન'ની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે દેસી લુકમાં જોવા મળી રહી છે. સારા બ્લેક અને વ્હાઈટ કલરની સાડીમાં કહેર વર્તાવતી જોવા મળી રહી છે.

સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની ફેશન સ્ટેટમેન્ટથી ફેન્સ દીવાનો બનાવતી રહે છે. ફેન્સ પણ તેની તસવીરો જોવા માટે ઘણા ઉત્સુક જોવા મળે છે. ત્યારે સારા અલી ખાનને સાડી પહેરીને મુંબઈના રસ્તાઓ પર ફોટોશૂટ કરાવ્યું હતું.

સારા અલી ખાનની આ સાડી ઉનાળામાં ફ્રેશ અને સ્ટાઈલિશ દેખાવા માટે એકદમ પરફેક્ટ છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'સન્ડે બ્લૂ ફેન…સન્ડે સન ટેન…રવિવાર બસ સ્ટોપ…સન્ડે કલર પોપ.'

સારા અલી ખાનના લુકની વાત કરીએ તો, અભિનેત્રીએ વાળોને મિડિલ પાર્ટિંગ માટે ખુલ્લા છોડ્યા છે. સારાએ લાઈટ બેસ સાથે બ્રાઉન સ્મોકી આઈઝ અને ન્યૂડ લિપ શેડને પસંદ કર્યો છે. કાનમાં મેચિંગ ઈયરરિંગ્સ પહેરી છે.

સારા અલી ખાન આગામી સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ 'મેટ્રો…ઈન દિનોં'માં જોવા મળવાની છે.