Sai Paranjpye, Padmapani Lifetime Achievement Award : ભારત તથા વિશ્વભરની ફિલ્મો માટેના ખાસ એન્યુઅલ સેલિબ્રેશન 10મો અજંતા-ઈલોરા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ (AIFF 2025) આગામી 15થી 19 જાન્યુઆરી,2025ના રોજ છત્રપતિ સંભાજીનગર ખાતે યોજાશે.
આ વાર્ષિક સમારંભમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન-પદ્મપાણી, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (Padmapani Lifetime Achievement Award) નિર્દેશક, સ્ક્રીનરાઈટર, પ્રોડ્યુસર, અને નાટકકાર સાઈ પરાંજપે (Sai Paranjpye)ને ભારતીય સિનેમા ક્ષેત્રમાં બહુમૂલ્ય યોગદાન માટે પ્રદાન કરવામાં આવશે.
આ અંગેની જાહેરાત આજે AIFF ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરમેન નંદકિશોર કાગલીવાલ, મુખ્ય સલાહકાર અંકુશરાવ કદમ અને AIFFના ઓનરી ચેરમેન ડિરેક્ટર આશુતોષ ગોવારિકર દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પદ્મપાણિ પુરસ્કાર પસંદગી સમિતિમાં જાણીતા ફિલ્મ સમીક્ષક લતિકા પડગાંવકર (ચેરપર્સન), ડિરેક્ટર આશુતોષ ગોવારિકર, સુનિલ સુકથાંકર અને ચંદ્રકાંત કુલકર્ણીનો સમાવેશ થાય છે. આ પુરસ્કારમાં પદ્મપાણિ સ્મૃતિ ચિન્હ, સન્માન પત્ર તથા રૂપિયા બે લાખની રકમ આપવામાં આવે છે.

પદ્મપાણી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ બુધવાર, 15મી જાન્યુઆરી,2025ના રોજ સાંજે 6 વાગે રુક્ષમણી ઓડિટોરિયમ, MGM યુનિવર્સિટી કેમ્પસ, છત્રપતિ સંભાજીનગર ખાતે ફેસ્ટીવલ ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે સાઈ પરાંજપેને આપીને સન્માનિત કરવામાં આવશે.
આ સમારંભ વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કલાકારો, પ્રતિષ્ઠિત હસ્તિઓ તથા વિવિધ ક્ષેત્રોમાં ફિલ્મ પ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાશે. આ ફિલ્મ ફેસ્ટીવલ પાંચ દિવસ સુધી PVR આઈનોક્સ, પ્રોજોન મોલ ખાતે ચાલશે.
વર્ષ 2006માં પહ્મ ભૂષણ પુરસ્કાર
અત્રે ઉલ્લખનીય છે કે ભારત સરકાર તરફથી તેમને વર્ષ 2006માં પહ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ફિલ્મફેર પુરસ્કાર અને મહારાષ્ટ્ર ફાઉન્ડેશન પુરસ્કાર જેવા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવેલ છે.