Pathaan Trailer on Burj Khalifa: સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) દુબઈમાં છે જ્યાં તેણે બુર્જ ખલીફા પર ફિલ્મ પઠાણનું ટ્રેલર (Pathaan Trailer on Burj Khalifa) રિલીઝ કર્યું છે. શાહરૂખ આ પ્રસંગે બ્લેક પેન્ટ અને જેકેટમાં સજ્જ હતો. સંખ્યાબંધ લોકો ત્યાં એકઠા થયા હતા. દુબઈનો મોલ તેના ચાહકોથી ખીચોખીચ ભરેલો હતો. શાહરૂખ ખાને પણ ઝૂમ રે પઠાણ પર ડાન્સ પણ કર્યો હતો. સુપરસ્ટારે ઉત્સાહિત ભીડની સામે ફિલ્મના તેના કેટલાક ડાયલોગ્સ પણ બોલ્યા હતા.
ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદ અને તેણે બુર્જ ખલીફા સામે પોઝ આપ્યો હતો. શાહરુખનો સિગ્નેચર પોઝ જોઈને ફેન્સ પોતાની એક્સાઇટમેન્ટ રોકી શક્યા નહતા અને શાહરુખ-શાહરુખની ચીસોથી વર્લ્ડની સૌથી લાંબી બિલ્ડિંગ ગુંજી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ રણવીર સિંહની '83'નું ટ્રેલર પણ બુર્જ ખલીફા પર દર્શાવવામાં આવ્યું હતું.
એક્શન, થ્રિલ અને સસ્પેન્સનો મળશે ડોઝ
પઠાણના નિર્માતા આદિત્ય ચોપરા ફિલ્મને હિટ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓનો દાવો છે કે પઠાણ સાથે દર્શકોને એક્શન, થ્રિલ અને સસ્પેન્સનો ડોઝ મળશે. પઠાણનું ટ્રેલર જ્હોન અબ્રાહમથી શરૂ થાય છે, જે આતંકવાદી ગ્રુપનો ભાગ છે. જ્હોનની ટીમ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને તેમનું આગામી લક્ષ્ય ભારત છે. દેશને બચાવવા માટે સ્પાઇ એજન્ટ શાહરૂખ ખાન એટલે કે પઠાણને બોલાવવામાં આવે છે, જે જેલમાં પોતાનો વનવાસ કાપી રહ્યો છે.
