Mahakumbh Viral Girl Monalisa South Debut: મહાકુંભ મેળામાંથી પોતાની ખૂબસૂરત આંખોને કારણે રાતોરાત પ્રસિદ્ધિ મેળવનાર મોનાલિસા હવે એક્ટિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે તૈયાર છે. મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસાની કિસ્મત તેના પર મહેરબાન છે. બોલિવૂડ ફિલ્મ સાઈન કર્યા પછી હવે તેના હાથમાં એક સાઉથ ફિલ્મ પણ લાગી છે. મોનાલિસા એક મલયાલી સ્ટાર સાથે મલયાલમ ફિલ્મ 'નાગમ્મા' દ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જઈ રહી છે.
મલયાલમ ફિલ્મ 'નાગમ્મા' માં જોવા મળશે મોનાલિસા
ઓનમનોરમાની રિપોર્ટ અનુસાર મોનાલિસા મલયાલમ ફિલ્મ 'નાગમ્મા' માં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં તેની સાથે 'નીલાથમરા' ફિલ્મથી પ્રસિદ્ધિ પામેલા અભિનેતા કૈલાશ પણ જોવા મળશે. 'નાગમ્મા'નું શૂટિંગ આ જ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થઈ શકે છે. તાજેતરમાં કોચીમાં આ ફિલ્મની પૂજા સેરેમની યોજાઈ હતી, જેમાં મોનાલિસા અને અન્ય કલાકારો સાથે જાણીતા ફિલ્મ મેકર સિબી મલયિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોનાલિસા પાસે અગાઉથી જ બોલિવૂડ ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' છે, જેના દ્વારા તે હિન્દી સિનેમામાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરશે. મોનાલિસા એક મ્યુઝિક વીડિયો 'સાદગી' માં પણ જોવા મળી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 731K ફોલોઅર્સ છે, જ્યાં તે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.