Hrithik Roshan Girlfriend Saba Azad: બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન ફરીથી ચર્ચામાં છે, આ વખતે તેમની ફિલ્મ નહીં પરંતુ તેમની અંગત જિંદગીને કારણે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદને મુંબઈમાં પોતાનો સી-ફેસિંગ લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. હૃતિક જે 51 વર્ષનો છે અને 12 વર્ષ નાની અભિનેત્રી સબાને 2022 થી ડેટ કરી રહ્યા છે.
સબા આઝાદ કેટલું ભાડું ચુકવશે
આ એપાર્ટમેન્ટ મુંબઈના પોશ જુહુ-વર્સોવા વિસ્તારને જોડતા મન્નત એપાર્ટમેન્ટ્સમાં આવેલું છે. આ એપાર્ટમેન્ટ 1,000 થી 1,300 સ્ક્વેર ફીટનો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં આવા લક્ઝરી એપાર્ટમેન્ટ્સનું ભાડું 1 થી 3 લાખ રૂપિયા પ્રતિ માસ હોય છે. જોકે, હૃતિક રોશને સબા આઝાદને આ એપાર્ટમેન્ટ માત્ર 75,000 રૂપિયા પ્રતિ માસના ભાડે આપ્યો છે. સબાએ 4 ઓગસ્ટના રોજ આ માટે એગ્રીમેન્ટ કર્યું હતું અને 1.25 લાખ રૂપિયા ડિપોઝિટ પણ જમા કરાવ્યા છે.

હૃતિક રોશને 2020 માં આ જગ્યાએ ત્રણ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા હતા, જેની કિંમત તે સમયે 97.5 કરોડ રૂપિયા હતી. આમાં 19માં અને 20માં માળે એક ડુપ્લેક્સ અને 18માં માળે એક એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. રોશન પરિવાર મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવાને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે.
