રેટિંગઃ 4/5.
Faati Ne? Movie Review: રાઈટર-ડિરેક્ટર ફૈઝલ હાશ્મીની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? આજે થિએટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ ફિલ્મ પરમલાલ અને પદમલાલ નામના બે ખાસ મિત્રો પર આધારિત છે. આ ફિલ્મમાં મોના થીબા કનોડિયાનો પણ કેમિયો છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને ફિલ્મનો રિવ્યૂ આપવા જઈ રહ્યા છે. આ સાથે જ જણાવવા જઈ રહ્યા છે કે, હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સ્ટારર આ ફિલ્મ સિનેમાઘરોમાં જઈન કેમ જોવી જોઈએ.
શું છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મ ફાટી ને? સ્ટોરીની શરૂઆત ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી શરૂ થાય છે. ત્રણ શખ્સ ચોરી કરીને એક મેન્શનમાં એન્ટર થાય છે અને ત્યાં જંડ વારાફરતી ત્રણેયને મારે છે. આ પછી ફિલ્મની વાર્તા આગળ વધે છે અને ડોકયાર્ડથી એક કારનો મેલબોર્ન પોલીસ પીછો કરે છે. જેમાં કારના જબરદસ્ત ચેસિંગ સિન સાથે પરમલાલ (હિતુ કનોડિયા) અને પદમલાલ (સ્મિત પંડ્યા)ની એન્ટ્રી થાય છે.
લાગવગથી મેલબોર્ન પોલીસમાં લાગેલા પરમલાલ અને પદમલાલ એક પછી એક બ્લન્ડર કરે છે અને બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. તો બીજી તરફ પરમલાલ તેની દીકરી પરીની કસ્ટડી લેવા માગે છે. આમ સ્ટોરી આગળ વધે છે. કમિશનરના સગાને ભૂતિયા મેલબોર્ન મેન્શન વેચવું છે પણ વેચાતું નથી એટલે જો કોઈ એ મેન્શનમાં આખી રાત રહે અને કહે કે, ત્યાં ભૂત નથી તો પરમલાલ અને પદમલાલને મેલબોર્ન મેન્શનમાં એક રાતવાસો કરે તો મેશન વેચાય અને બંનેને પોલીસની નોકરી કમિશનરની ઓફરથી પાછી પણ મળે. આ પછી હોરર-કોમેડીની સાથે ફિલ્મ લોકોને પકડી રાખે છે.
પરમલાલના કેરેક્ટરમાં હિતુ કનોડિયાની દમદાર એક્ટિંગ
ફિલ્મમાં પરમલાલનું કેરેક્ટર પર્સનલ પ્રોબ્લમથી ભરેલું છે. તેના ડિવોર્સ થયા ગયા છે અને દીકરી તેના સસરા પાસે છે. દીકરીની કસ્ટડી મેળવવા માટે તેને કોઈ નોકરી કરવી જરૂરી છે. એટલે તે મેલબોર્ન પોલીસમાં પોતાની નોકરી ટકાવી રાખવા ઘણાં પ્રયત્ન કરે છે પણ કમિશનર તેમના બ્લન્ડરને લીધે કાઢી મૂકે છે.
પદમલાલના કેરેક્ટરમાં સ્મિત પંડ્યાનો બેસ્ટ કોમિક ટાઈમ
ફિલ્મમાં પદમલાલ પરમલાલના મિત્ર છે. બંને દરેક બ્લન્ડર સાથે કરે છે. પરમલાલ પદમલાલને કહે તે અનુસરે છે. તે એક ઓસ્ટ્રેલિયન યુવતીના પ્રેમમા છે. ક્લાઈમેક્સમાં મહેશ-નરેશના પાદરની આંબલી હેઠે... ગીતમાં મહિલાના વેશમાં જંડ સાથેનો ડાન્સ લોકોને પેટ પકડીને હસાવે છે. તેઓ માવા ખાતા રહે છે અને માવાનો ફિલ્મમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે.
ઉલ્લેખનીય છે કે, આકાશ ઝાલાએ જંડના રોલમાં લોકોને ડરાવ્યા છે. તો બાબા ભૂત મારીનાના રોલમાં હેમિન ત્રિવેદીએ એક એક પણ લોકોને ખડખડાટ હસાવ્યા છે અને ચેતન દૈયાએ વિક્રમજીતના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે.
મહત્ત્વનું છે કે, આ આખી ફિલ્મ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં શૂટ થઈ છે. આ ફિલ્મ મેલબોર્નમાં જ આકાર લે છે. આ ફિલ્મ ગુજરાતની ડોલ્બી એટમોસ સાઉન્ડ ફિલ્મ છે. જેનું સાઉન્ડ ડિઝાઇન એ. આર. રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર મોશન ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. આ ફિલ્મમાં 4 સોંગ છે. જેમાં બે ગીત ગુજરાતના મ્યુઝિક ડિરેક્ટર સોહમ નાયકે કરેલા છે. ત્રીજું ગીત ચેન્નઈના મ્યુઝિક ડિરેક્ટર દીપક વેણુગોપાલમ આપ્યું છે. આ સાથે તેમણે આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કર્યું છે. ચોથું આપણા મહેશ-નરેશનું બહુ જ એક્ઝિસ્ટિંગ સોંગ પાદરની આંબલી હેઠે... મંજૂરી સાથે લીધું છે.