Vishwambhara: મેગાસ્ટાર ચિરંજીવીના જન્મદિવસે 'વિશ્વંભરા'ની ખાસ ઝલક, અભિષેક અગ્રવાલ આર્ટ્સ કરશે હિન્દીમાં રિલીઝ

Vishwambhara: મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) ના જન્મદિવસના શુભ અવસરે, તેમની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'વિશ્વંભરા'ની એક ખાસ બર્થડે ઝલક રજૂ કરવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 22 Aug 2025 04:14 PM (IST)Updated: Fri 22 Aug 2025 04:14 PM (IST)
chiranjeevi-vishwambhara-hindi-release-2026-abhishek-agarwal-arts-589964
HIGHLIGHTS
  • વિશ્વંભરા ભારતીય સિનેમાની સૌથી મોટી સોશિયો ફેન્ટેસી
  • ફિલ્મ ઉનાળા 2026માં પાંચ ભાષાઓમાં થશે ગ્રાન્ડ રિલીઝ
  • ફિલ્મમાં ચિરંજીવી, ત્રિશા, અશિકા અને કુનાલ કપૂર મુખ્ય ભૂમિકામાં

Vishwambhara: મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) ના જન્મદિવસના શુભ અવસરે, તેમની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'વિશ્વંભરા'ની એક ખાસ બર્થડે ઝલક રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મહાત્વાકાંક્ષી સોશિયો-ફેન્ટેસી ફિલ્મો પૈકીની એક તરીકે જોવામાં આવી રહી છે. વશિષ્ઠ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ યૂવી ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

યૂવી ક્રિએશન્સના વિક્રમ, વામસી અને પ્રમોદ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મમાં હવે અભિષેક અગ્રવાલ આર્ટ્સ પણ જોડાઈ ગયા છે, જેનાથી તેનું નિર્માણ કદ વધુ ભવ્ય બન્યું છે. આ ભવ્ય ફિલ્મ 2026ની ઉનાળામાં તેલુગુ, હિન્દી, તમિળ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષાઓમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવશે.

એક મહત્વપૂર્ણ વિકાસ રૂપે, અભિષેક અગ્રવાલ આર્ટ્સે ફિલ્મને હિન્દી ભાષામાં રજૂ કરવાની જવાબદારી લીધી છે, જેનાથી આ ફિલ્મ આખા દેશમાં વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચશે. નિર્માતા અભિષેક અગ્રવાલ, જેઓ કાર્તિકેય 2, કાશ્મીર ફાઇલ્સ અને બંગાળ ફાઇલ્સ જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે.

તેમણે જણાવ્યું, 'વિશ્વંભરા દ્વારા અમે તેલુગુ સિનેમાની શક્તિ અને ભવ્યતાને આખા ભારતના દર્શકો સુધી લઈ જઈ રહ્યા છીએ. અભિષેક અગ્રવાલ આર્ટ્સમાં, અમે માનીએ છીએ કે વાર્તાઓ મોટી અને પ્રભાવશાળી હોવી જોઈએ, અને વિશ્વંભરા એ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત એક હાઈ-કોન્સેપ્ટ ફેન્ટેસી ફિલ્મ છે, જે વૈશ્વિક સ્તર માટે તૈયાર કરવામાં આવી છે. સિનેમાની કોઈ સીમા નથી હોતી, અને આ મહાકાવ્યને હિન્દી ભાષામાં રિલીઝ કરવાથી તે સમગ્ર દેશ અને વિશ્વના દર્શકો સુધી પહોંચશે.'

તેમણે મેગાસ્ટાર ચિરંજીવી ગરુ, દૂરંદેશી નિર્દેશક વશિષ્ઠ, મહાન સંગીતકાર એમ.એમ. કીરવાણી ગરુ અને યૂવી ક્રિએશન્સના તેમના મિત્રોના સાથથી આ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી.

આ ફિલ્મમાં ચિરંજીવી, ત્રિશા કૃષ્ણન, અશિકા રંગનાથ અને કુનાલ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ઉપરાંત, અભિનેત્રી મૌની રોય એક ખાસ ગીતમાં નજર આવશે. ફિલ્મના સંગીતની જવાબદારી એમ.એમ. કીરવાણી અને ભીમ્સ સેસિરોલિયોએ સંભાળી છે. સિનેમેટોગ્રાફી ચૂટા કે. નાયડૂએ કરી છે, જ્યારે પ્રોડક્શન ડિઝાઇન એ.એસ. પ્રકાશે સંભાળી છે.