Pathaan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની, IMDb પર ફિલ્મને મળી આટલી રેટિંગ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 26 Jan 2023 06:02 PM (IST)Updated: Thu 26 Jan 2023 06:02 PM (IST)
bollywood-shah-rukh-khan-film-pathaan-became-the-highest-grossing-film-on-opening-day-the-film-got-poor-rating-on-imdb-83616

અમદાવાદ.
Pathaan:
શાહરૂખ ખાનની 4 વર્ષ પછી રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે. દર્શકોએ પહેલા દિવસે કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો હતો. આવો જાણીએ, રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરનાર આ ફિલ્મનું આઇએમડીબી પર કેવું પર્ફોમન્સ રહ્યું.

ફિલ્મે પહેલા જ દિવસે 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જો કે આઇએમડીબી પર ફિલ્મની રેટિંગ જોઇને સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જતા ફેન્સ માટે નિરાશા હાથ લાગી શકે છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને આઇએમડીબી પર 6.8ની એવરેજ રેટિંગ મળી છે. ફિલ્મને 49.3 ટકા લોકોએ 10ની રેટિંગ આપી છે. 5.6 ટકા લોકોએ 9ની રેટિંગ આપી છે, જ્યારે 3.2 ટકા લોકોએ 8ની રેટિંગ આપી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 34.3 ટકા લોકોએ આ ફિલ્મને 1 રેટિંગ આપી છે. જેના કારણે આ ફિલ્મનું રેટિંગ ખરાબ થયું છે. 21,314 લોકોએ ફિલ્મને આઇએમડીબી પર રેટિંગ આપ્યું છે.

ફિલ્મ ‘પઠાણ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે બુધવારે 55 કરોડ રૂપિયા કમાણી કરી છે. આની સાથે જ તે કિંગ ખાનના કરિયરની સૌથી મોટી ઓપનર બની ગઇ છે. બે દિવસમાં ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે. પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરીને ફિલ્મે 'બાહુબલી', ‘કેજીએફ ચેપ્ટર 2’ અને ‘વોર’ જેવી ફિલ્મોને પછાડી દીધી છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની દર્શકોને ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.